Dedication: સમર્પણ

Dedication: હંમેશા સંબંધોમાં દરેક વ્યકિત કયારેક તો સમર્પણ કર્યું જ હશે.એ સ્ત્રી હોય કે પુરુષ.દરેક સંબંધોની પરીક્ષામાંથી પસાર થવું જ પડે છે.

Dedication: માણસ હંમેશા લાગણીશીલ સ્વભાવનો હોય છે.કોઈ પણ વ્યકિત એવી નજ હોઈ શકે કે જેને લાગણી નહોય.સ્ત્રી હોય કે પુરુષ હંમેશા સંબંધોની પરીક્ષા આપતા જ રહ્યા છે.સમર્પણ એટલે ત્યાગ.કોઈની ખુશી માટે આપણી ખુશીને ભૂલી જવું,આપણી ઈચ્છાઓને બલિદાન કરવું એ સમર્પણ જ છે.સ્ત્રીને ડગલેને પગલે સમર્પણ કરવું જ પડે છે.કયારેક દીકરીના રૂપે,કયારેક પત્નીના રૂપે,કયારેક માના રૂપે,કયારેક બહેનના રૂપે, કયારેક પ્રેમિકાના રૂપે.તો શુ પુરૂષનુ સમર્પણ ઓછુ હોય છે.? ના એને પણ કયારેક દીકરાના રૂપે,કયારેક પતિના રૂપે,કયારેક પિતાના રૂપે,કયારેક ભાઈના રૂપે,કયારેક પ્રેમીના રૂપે સમર્પણ કરવું જ પડે છે. આપણા સમાજને સ્ત્રી નું સમર્પણ દેખાય છે પણ પુરૂષનું ત્યાગ કે સમર્પણ સમજાતુ નથી.

મારી દ્રષ્ટિએ બંનેનું સમર્પણ ઓછુ હોતુ નથી.દરેક વ્યકિત પોતાની ફરજ સમજીને સંબંધને નિભાવે જ છે.જેટલી તમારી લાગણી સાચી હોય છે એટલી જ હાર તમારી પાક્કી હોય છે પણ એ હારમાં પણ વ્યકિતને ખુશી મળતી હોય છે.કેમ કે એને પોતાની ખુશી,ઈચ્છાઓનું સમર્પણ પોતાના વ્યકિતઓની ખુશીઓ માટે જ કર્યું હોય છે.કયારેક -કયારેક વ્યકિતને સમર્પણ કરવાનુ કહેવામાં આવે છે અને કયારેક વ્યકિત પોતાની જાતે સમર્પણ કરતી હોય છે. તમે કોઈની લાગણીઓને ઓછી તો ન જ આંકી શકો.કે આ સ્ત્રી છે વધારે લાગણી હોય,પુરૂષને લાગણી ઓછી હોય.તકલીફ એટલી જ દરેકને થાય છે.

કોઈના આંસુ દેખાય છે તો કોઈના આંસુ સમજાય છે.કોઈ સંવેદનામાં રજૂઆત કરે તો કોઈ વેદન માં કહી જાય છે.બીજાની ખુશી માટે પોતાની ખુશીઓનુ કે ઈચ્છાઓનુ સમર્પણ કરવું સહેલુ હોતુ નથી.પણ એમાં પણ વ્યકિત પોતાની ખુશી શોધી લે છે એ જ સાચું સમર્પણ છે.જિંદગી જીવવાની મજા ત્યારેજ આવે છે જયારે તમે કોઈની ખુશી માટે પોતાની ખુશીનુ સમર્પણ કર્યું હોય.જો તમે જીવનમાં આવું કર્યું હશે તો સમજવું કે તમે જગ જીતી ગયા.તમારુ સમર્પણ કોઈને ખુશી આપી ગયું.

આ પણ વાંચોઃ Demand for offline education in ambaji: અંબાજીમાં આજથી શરૂ થયેલી સંસ્થાઓ શરૂ તો થઇ પણ વિદ્યાર્થીઓ નહિવત જોવા મળ્યા- વાંચો વિગત

Gujarati banner 01