qtq80 8zQf6G edited

એક મસીહા…..Ek masiha

Ek masiha: એક મસીહા….સેવા પરમો ધર્મ પર આધારિત નવલિકા

ek masiha, shaimee oza

Ek masiha: ગંગાબહેન નિરાશાજનક અવાજે કહે”અલ્યા તમને હું શું કહું છું,તમે બીજા લગ્ન કરી લો.જેથી આપણે સંતાન સુખ પામી શકીએ.

Ek masiha: કંથરાવી ગામમાં ભીખુભાઇ ભરવાડ રહેતો હતો.તે સ્વભાવે સરળ,સીધો અને વિનમ્ર હતા.તેને ત્યાં કોઈપણ યાચક આવે તે ખાલી હાથે ન જાતાં.તેને તો લોકો કળિયુગના “અંગરાજ કર્ણ”તરીકે ઓળખતા.ભીખુભાઈ ભરવાડ લોકોની બનતી સહાય કરતાં પરંતુ તેમના ચહેરા પર આ વાતનું જરાય અભિમાન કે અહોભાવ પણ નોહતુ વંચાતુ.જ્યારે લોકો કહે ત્યારે એક જ વાક્ય તેમના મોઢે આવતું “આ નશ્વર જગતમાં આપણું શું છે, શું લઈ ને આવ્યા છીએ આ જે વસ્તુ આપણી પાસે ક્ષણીક રહેવાની છે અભિમાન શાનું,આપણે એકબીજાને મદદરૂપ ન થઈ શકીએ?તે લોકોના પ્રત્યેક સવાલનો જવાબ આ વાક્યથી જ આપતાં.પૈસેટકે તેમને કોઈ જ ખોટ નોહતી પણ તેમને ત્યા શેરમાટીની ખોટ હતી,તેઓ સંતાન માટે પથ્થર એટલા દેવ કરતાં પણ ભગવાન તેમની સામે જોવાનું ભુલી ન ગયાં હોય ન ગયા હોય તેવું લાગતું હતું,પણ તેઓ એક આશા સાથે જીવતા હતા કે તેમના ઘરે એક દિવસ તેમના જીવનમાં આ દિવસ જરૂર આવશે.તેઓ નિરાશ થવાના બદલે એક સંતાનના અવતરણની આશા સેવી બેઠા હતાં.

 ગરીબોના મસીહા (ek masiha) કહેવાતા ભીખુભાઇ ભરવાડે તેમની યુવાની સમાજ સેવાઓમાં વિતાવી દીધી.આ સમાજસેવા માં તેમના પત્ની શ્રીમતી ગંગાબહેનનુ પણ ઘણું યોગદાન હતું પતિના કદમે કદમે સાથે ચાલવાના આ સપ્તપદીના વચનને સાચા અર્થમાં સાચું કરી બતાવ્યું.”પત્ની પોતાના અંગત સુ:ખનુ બલિદાન આપી પતિના કદમે કદમે ચાલતી હોય છે,માટે તો પત્ની ને પતિનુ અડધું અંગ એટલ જ તો  અર્ધાંગિની કહેવાય છે.”

Whatsapp Join Banner Guj

Ek masiha: એક દિવસ ભીખુભાઇ અને ગંગાબહેન સુતા હતાં તેવામાં ગંગાબહેનની ઉંઘ ઉડી ગઇ,તેમના ઘરે સંતાનની કિલકારી નથી થઈ રહી તો એ માટે જવાબદાર તે પોતે જ છે.તેઓ મનોમન પોતાની જાતને કોષતા હતાં,ભીખુભાઇ એ ગંગાબહેનને આટલા ગંભીર નોહતા જોયાં.હળવેક રહી પુછયું “અલી…ગંગા ક્યા ખોવાઈ છો?તારી મુંઝવણનું કારણ મુ જોણી હકું?”પતિના સવાલનો જવાબ ગંગાના આંસુ આપે છે. ગંગા બહેનના દિલમાં ભીસાયેલી આ પીડા ભીખુભાઇ વાંચી લે છે.

ગંગાબહેન નિરાશાજનક અવાજે કહે”અલ્યા તમને હું શું કહું છું,તમે બીજા લગ્ન કરી લો.જેથી આપણે સંતાન સુખ પામી શકીએ.મને તમારી બીજી પત્ની માટે કોઈ ઈર્ષા ભાવ નહીં થાય મારી નાની બહેન જેવો પ્રેમ આપીશ…

ભીખુભાઇ ગંગાબહેનને અટકાવતા કહે “ગંગા… હવે એક શબ્દ આગળ નહીં.તારા સિવાય બીજી કોઈ સ્ત્રીનો વિચાર પણ મારા માટે પાપ કેવાય ગંગા કુદરત ધારશે તો આપણને હારો દાડો જરૂર દેખાડહે,તુ મન નેનુ ન કરે તમતાર…સૌ હારા વાના થાહે.”

પણ ગંગા બહેનને દુઃખી ન થવાની શીખામણ આપતા કહે છે.ગંગા તુ જરાય પણ મન દુઃખ ન કર સૌ સારાં વાના થાશે,સંતાન સુખ આપણા ભાયગમાં નહીં હોય ગંગા તારા આમ રોવાથી આપણા ભાયગ બદલાઈ થોડું જાહે.”તુ તમતાર મન નેનૂ ન કર ગંગા પ્રભુ જરૂર આપણી પુકાર સુણસે.બહુ રાહ જોયા પછી તેમના ઘરે સોનાનો સુરજ ઉગ્યો.તેમને ત્યાં કુળદિપક અવતર્યો.ભરવાડ પરિવારમાં ખુશીનો અવસર આવ્યો.એ પણ નટખટ કાનુડા જેવો.તેનું નામ કિશન રાખ્યુ પણ વ્હાલથી એને “કાનો”કહેતાં હતાં.પુત્ર જન્મનિમિત્તે તેમને ગામ જમાડ્યુ ગામના લોકોએ સંતાનને આશિષ પણ પાઠવ્યા.કાનો એના પિતાનો આજ્ઞાકારી દિકરો હતો.કાનો એના પિતાની રાહ પર ચાલતો હતો.

આ પુણ્યાત્મા સમા માનવની સમાજીક પ્રવૃત્તિ અને તેમની સમૃદ્ધિ જોઈ દેવોને પણ ઈર્ષા આવે તે સ્વભાવિક છે. કાનો હવે બાળકમાંથી ક્યારેય યુવાન બની ગયો એની ખબર જ ન રહી.તેને ધામધૂમથી વાજતે ગાજતે પરણાવ્યો. તેમના વ્હાલસોયા કાન્હાને ત્યાં એક દિકરીનું અવતરણ થયું.ખુશીઓનુ કોઈ ઠેકાણું ન રહ્યું બધું સરખું ચાલી હતું,અને એકાએક કાળની ખરાબ નજર પડી. પરંતુ એકાએક ભીખુભાઇના જીવનમાં તોફાન આવ્યું,વરસાદ ન થવાના કારણે ખેતીવાડીમાં ખોટ આવી ગઈ, ખાવાના સાસા પડવા લાગ્યા પણ ભીખુભાઇ એ પોતાનો દાનધર્મ ન ચુક્યા,પણ કુદરતને આટલાથી પણ મન ન ભરાયું ભીખુભાઇ ભરવાડને એકાએક કેન્સર થઈ ગયું.

આખી જીદંગી મહેનતથી ભેગો કરેલો બધો રુપિયો કેન્સરના ઈલાજમાં વપરાઈ ગયો પણ અફસોસ તે ન બચ્યા.ભરવાડ પરિવારમાં શોકમય સન્નાટો છવાઈ ગયો ને ગંગા બહેન આઘાતમાં સરી પડ્યાં.તેમના ગામેતરે આવવા તો માનવ મહેરામણ ઉમટી પડ્યો.ગામના દરેક વ્યક્તિની આંખો આ પુણ્યાત્મા ના અવસાનકાળે રડી રહી હતી.ગામના દરેક લોકોએ ભાવપૂર્વક શ્રધ્ધાંજલી પાઠવી અને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

તેમની ઈચ્છા હતી કે મૃત્યુ પહેલા તેઓ ગરીબોને દાન આપવું,અને અંતરિયાળ વિસ્તારના ગામડામાં એક નિશાળ બનાવડાવી અને તેમાં મફત શિક્ષણ ની વ્યવસ્થા કરાવી જેથી ગરીબ બાળકો ત્યાં ભણી શકે.ગંગાબહેને પતિની આ અધુરી ઈચ્છા પૂરી કરવા માટે પોતાના દાગીના વેચી નાંખ્યા.લાડકાવાયા દિકરા કાનાએ પણ માં ને નાણાકીય સહાય કરી.આ પુણ્યાત્મા મરતાં મરતાં પણ દાનધર્મ નિભાવવા ગયાં.ગામના લોકો ભગવાનની જેમ તેમને હાલમાં પૂજે છે.

આ પણ વાંચો…Story of village: “સોનેરી પાકના મલકમાં બનેલી જાણવા જેવી ઘટનાઃ જાણો, એવુ તો શું બન્યું કે રોજ એક-બે લોકોનું થવા લાગ્યું મૃત્યું…!

ADVT Dental Titanium

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *