remdac

અહમદનગરના સાંસદ પાસે 10000 રેમડેસિવિર (Remdesivir) ઇન્જેક્શન આવ્યા ક્યાંથી? બોમ્બે હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા…વાંચો શું છે મામલો

નવી દિલ્હી, 30 એપ્રિલઃ હાલ દેશની સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઇ છે, કોરોનાની સારવાર માટે ઉપયોગમાં આવતા ઇન્જેક્શનની અછત છે, તો ઇન્જેક્શનની કાળાબજારી પણ સામે આવી રહી છે. તેવામાં અહમદનગર ના સાંસદ સુજય વિખે પાટીલ એ પોતાના મતવિસ્તારના નાગરિકો માટે દિલ્હીથી 10000 રેમડેસિવિ(Remdesivir)ર ઇન્જેક્શન ની વ્યવસ્થા કરી હતી. હવે આ ઇંજેક્શન ની સેવા તેને ભારે પડી છે.

Whatsapp Join Banner Guj

આ સમગ્ર પ્રકરણે બોમ્બે હાઈકોર્ટે કડક વલણ લીધું છે. બોમ્બે હાઈકોર્ટ નું કહેવું છે કે આ સમયે કોઈ રોબિનહુડ  બનવાનો નથી. એવું લાગી રહ્યું છે કે આ (Remdesivir) ઇંજેક્શન કોઈ એક પાસેથી છીનવી અને બીજાને આપવામાં આવ્યા.

ADVT Dental Titanium

હવે આ સમગ્ર વિષય સંદર્ભે સેક્સ તપાસના આદેશ આપતા તેમણે અહમદનગર ઉતરેલી તેમજ ઉપડેલી તમામ વિમાનોની વિગત માંગી છે. આ ઉપરાંત કાર્ગોના સીસીટીવી ફૂટેજ પણ માંગ્યા છે. આમ અહમદનગર માં રેમડેસિવિર ઇન્જેક્શન આવ્યા તે મુદ્દે હવે હંગામો શરૂ થયો છે.

આ પણ વાંચો….

હેલ્થ ટિપ્સઃ શું તમે જાણો છો? દૂધ પીવાનો સાચો સમય(drinking milk)- વાંચો સંપૂર્ણ અહેવાલ