Hey God: તારે સુખ દુ:ખ જે કંઈ આપવું હોય તે આપી શકે છે…

Hey God: વાસ્તવિકતાથી હું મોં ફેરવી લઉં એ ટેવ નથી મારી,
તકવાદીની તકલીફ સહી લઉં એ ટેવ નથી મારી.

તારે સુખ દુ:ખ જે કંઈ આપવું હોય તે આપી શકે છે,
તને ફરિયાદ કરવાની જિંદગી એ ટેવ નથી મારી.

લહેરોની વચ્ચે હાલક ડોલક થતી નાવમાં બેસીને,
કિનારે આવીને મોતી હું ગ્રહી લઉં એ ટેવ નથી મારી.

ઉદાસીને ગમગીન ચહેરા પરથી વાંચ્યા પછી પણ,
બેસી રહેવું જાત સાથે મૌન ધરી એ ટેવ નથી મારી.

સમયે સમયે ઉકેલ આવે છે જિંદગીનો ‘રાહગીર’-
વહેમના વહાણથી સફર કરવી એ ટેવ નથી મારી.

Life without Mobile: કોઈને કલ્પના પણ ન કરાવી શકાય કે “મોબાઈલ વગરની દુનિયા” હોય તો કેવી હોય! જાણો પૂજા પટેલની કલમેં

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *