Banner Rashmika chaudhari 600x337 1

Want to be happy?: ખુશ રહેવું છે? આ કેવો સવાલ છે…

ખુશ રહેવું છે? (Want to be happy?)

આ કેવો સવાલ છે કે ખુશ રહેવું છે? (Want to be happy?) દુનિયામાં કોઈપણ વ્યક્તિ એવી નહીં હોય જે ખુશ રહેવા ના માંગતી હોય. દરેકને અહીંયા ખુશ રહેવું છે , પણ શું દરેક પરિસ્થિતિમાં વ્યક્તિ ખુશ રહી શકે છે? દરેકની નજરે જવાબ જુદો છે.
જીવનમાં ચડતી પડતી આવે છે, પરિસ્થિતિ બદલાઈ છે  ત્યારે બદલાય સ્થિતિને કારણે વ્યક્તિને સુખ દુઃખ થાય છે.
    દરેક વ્યક્તિ હંમેશા ખુશ રહી નથી શકતી કે બીજાને ખુશ રાખી શકતી નથી. કોઈ વ્યક્તિ એવું કહેતી હોય કે હું તો કોઈ જોડે કોઈ અપેક્ષા રાખતી નથી કે રાખતો નથી તો આ મારી દ્રષ્ટિએ માનવામાં ન આવે, તેવી વાત છે. જ્યાં સુધી તમે સામે વાળાનાં હિસાબે ચાલો તો જ એ ખુશ રહેશે અને તમને ખુશ રહેવા દેશે. જો તમે એ વ્યક્તિ ઈચ્છા અનુસાર વર્તન નથી કરતાં તો એને તરત ખોટું લાગી જાય છે. એનું વર્તન તમારા પ્રત્યે બદલાઈ જાય છે. ક્યારેક તો એનું વર્તન એટલું ઉગ્ર સ્વરૂપનું હોય છે કે તમને નથી સમજાતું કે આ ક્યા કારણ તમારા પ્રત્યે આવું વલણ કરે છે. તમે એના મરજી મુજબ વર્તન ન કર્યું એટલે  કે પછી પોતાનો મત રજૂ કરી, પોતાની મરજી મુજબનું વર્તન કર્યું એટલે. એ પ્રશ્ન ક્યારેક તમને વિચારતો કરી દે છે. કયારેક આપણે આઝાદ હોવાં છતાં પણ કેદ થયેલાં હોઈએ છીએ. બધા કહેતાં હોય છે કે નકારાત્મક વિચારોથી દૂર રહો, ખુશ રહો પણ એ જ લોકો ને જ્યારે તમે તમારી નજરે તમારો મત જણાવો તો કદાચ એમને ના ગમે તો તરત એ તમને બે-ચાર વાક્યો એવા સંભળાવી દેશે  કે તમને એ શબ્દો કાંટાની જેમ વાગે અને તમે એને કોઈ જો પ્રત્યુતર આપો તો એ એવું જ કહેશે તારાં વિચારો જ નેગેટિવ છે . અરે ભલા માણસ , સામેવાળાને વિચાર નેગેટિવ નથી , એને એનો મત એની દ્રષ્ટિ રજૂ કર્યો છે  જે તમને યોગ્ય નથી લાગતું એટલે એ તમને નકારાત્મક લાગે છે .
           ખુશ રહેવું અને ખુશ રાખવું  એ બંનેમાં જમીન અને આકાશ જેટલો ફેર છે. તમે બીજાને ખુશ રાખવામાં  પોતાની ખુશી શેમાં છે, એ જ ભૂલી જાવ છો. બીજાની ખુશી માટે વિચારવું એ ખૂબ જ સારી વાત છે પણ પોતાની ખુશી માટે વિચારવું એ પણ કાંઈ ખોટું નથી . પિક્ચરમાં બોલેલા સંવાદો ( ડાયલોગ) હું બધી પરિસ્થિતિમાં ખુશ રહીશ , એવું હકીકતના જીવનમાં  હોતું જ નથી. રાજા હોય કે રંક આજની દુનિયામાં ક્યાંક તો એ અંદરથી દુઃખી હોય જ છે. એ દુઃખને દૂર કરવાં એ ખુશીની શોધમાં સફર કરતો જ હોય છે.
         જો સવાલ છે તો જવાબ પણ છે. ખુશ રહેવું છે, એનાં કરતાં ખુશી શું કરવાથી મળશે એ કારણ શોધી લેવું જોઈએ. કદાચ તમારી સમસ્યાનું સમાધાન થઈ જાય.કલમને અહીં વિરામ આપું છું, ફરી મળીશ એક નવા વિચાર સાથે. ✍️ચૌધરી રશ્મિકા “રસુ “

Life without Mobile: કોઈને કલ્પના પણ ન કરાવી શકાય કે “મોબાઈલ વગરની દુનિયા” હોય તો કેવી હોય! જાણો પૂજા પટેલની કલમેં

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *