Human behaviour: આપણું મૌન અને સામેવાળાની બહેરાશ નડી જાય છે.

નડી જાય છે.(Human behaviour)

Human behaviour: ખાનદાનીને એક વ્યક્તિએ કરેલી નાદાની નડી જાય છે,
સત્યની રાહ પર ચાલનાર માણસને જુબાની નડી જાય છે.

માણસ પણ કેવો અજીબ પ્રકારનો જીવ છે પ્રભુ,
પથ્થરની મૂર્તિને પૂજીને પથ્થર બની નડી જાય છે.

ટેવાયેલા, ફેંકાયેલા અને ફંગોળાયેલા પાનને પૂછો,
પવનની દોસ્તીથી ક્યારેક વંટોળ બની નડી જાય છે.

સાચું ખોટું, સારુ ખરાબ બધુ જ નરી આંખે જોયું છતાં,
આપણું મૌન અને સામેવાળાની બહેરાશ નડી જાય છે.

કાદવ, કીચડ, ખાબોચિયા આ બધું તો રહેવાનું સંસારમાં,
જોઈ લો દરિયાદિલ માણસને પણ ખારાશ નડી જાય છે.

આ પણ વાંચો:-A city of buildings: એક શહેર બિલ્ડિંગનું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો