Ambaji Bhadravi Punam Mahamelo-2023: ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન માં અંબાની આરતી-દર્શનનો સમય જાહેર

Ambaji Bhadravi Punam Mahamelo-2023: ભાદરવા સુદ-૦૮ (આઠમ) થી ભાદરવા સુદ-૧૫ (પુનમ) આરતી તથા દર્શનનો સમય

પાલનપુર, 14 સપ્ટેમ્બરઃ Ambaji Bhadravi Punam Mahamelo-2023: આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ભાદરવા સુદ-૦૮ (આઠમ) તા.૨૩ સપ્ટેમ્બરથી ભાદરવા સુદ-૧૫ (પુનમ) તા.૨૯ સપ્ટેમ્બર સુધી ભાદરવી પુનમ મહામેળો-૨૦૨૩ અંબાજી ખાતે યોજાનાર હોઇ આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. જેની ભાવિક ભક્તો અને જાહેર જનતાને નોંધ લેવા જણાવાયું છે.

ભાદરવા સુદ-૦૮ (આઠમ) થી સુદ-૧૫ (પુનમ) સુધી દર્શન તથા આરતીનો સમય

આરતી સવારે- ૦૬.૦૦ થી ૦૬.૩૦ કલાકે

દર્શન સવારે- ૦૬.૩૦ થી ૧૧.૩૦ કલાકે

રાજભોગ- ૧૨.૦૦ કલાકે

દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૭.૦૦ કલાકે

આરતી સાંજે- ૧૯.૦૦ થી ૧૯.૩૦ કલાકે

દર્શન સાંજે- ૧૯.૩૦ થી ૨૪.૦૦ કલાક સુધી

30 સપ્ટેમ્બરથી આરતી/દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

આ પણ વાંચો… Nepalese delegation reached India: પ્રાકૃતિક ખેતી વિશે જાણવા નેપાળનું પ્રતિનિધિમંડળ ભારત પહોંચ્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો