journey of life

journey of life: journey of life

journey of life: સફરમાં દરેક વ્યક્તિ મુસાફર છે. આ જીવનનાં સફરમાં આપણાને કેટલાય લોકો મળતાં હોય છે. દરેક વ્યક્તિ આપણાંને કંઈ ને કંઈ શીખવાડતી હોય છે. જે જીવનમાં ઉપયોગી નીવડે છે.

Banner Rashmika chaudhari image 600x337 1

journey of life: દરેક વ્યક્તિને મંજિલ સુધી પહોંચવું હોય છે. મંજિલ મળી ગઈ કે તરત જ બીજો સફર ચાલુ થઈ જાય છે. જ્યાં સુધી જીવન છે, ત્યાં સુધી આ સફર ચાલવાનો જ છે. કોઈનાં જીવનની મંજિલ ક્યારે આવી જાય,એ કોઈ કહી નથી શકતું. જે સૌ કોઈ જાણે છે પણ આ વાતને સ્વીકારીને પણ અજાણની જેમ વર્તન કરે છે. આપણે જયારે કોઈ મુસાફરી માટે ઘરેથી નીકળી એ છીએ . ત્યારે કેટલું ધ્યાનથી સફરમાં જોઈતો સામાન જોડે લઈ જઈએ છીએ .

ઘરેથી આપણાં વડીલો આપણાંને કેટલી સલાહ-સૂચનો આપતાં હોય છે. જે બધી વાતોનું આપણે ધ્યાન રાખતાં હોઈએ છીએ. રસ્તો સરળતાથી કપાઈ જાય એટલે આપણે આપણી સાથેનાં અજાણ્યા લોકો જોડે પણ ખૂબ પ્રેમથી વાતો કરીએ છીએ , સાથે નાસ્તો પણ કરીએ છીએ .

Art of life: જીવન : વૃંદાવન, મનભાવન !: નિલેશ ધોળકિયા

આપણો સફર મીઠી યાદો સાથે યાદગાર બનાવીએ છીએ . આપણે જેની સાથે આપણો લોહીનો સંબંધ હોય, લાગણીનો સંબંધ હોય એની સાથે ક્યારે-ક્યારે આપણાં અહમમાં મીઠી યાદોને કેદ કરવાનું ભૂલી જઈએ છે. દરેક વ્યક્તિને જવાનું જ છે. જે સૌ કોઈ જાણે છે પણ આપણે પોતાનાં અહમને લીધે જિંદગીનો ઘણો સમય બરબાદ કરીએ છે.

કુદરતી આટલું સુંદર જીવન આપ્યું છે. તે જીવનને રમણીય બનાવીએ.લોકોને ફૂલોની સુગંધ વહેંચીએ, સત્કર્મ કરીએ. જીવનની મુસાફરી એવી કરીએ કે લોકો સારી રીતે યાદ કરે . કોઈ પણ એવો સફર નહીં હોય કે જેમાં થોડી ઘણી મુશ્કેલીઓ ન આવી હોય તો પણ આપણે હસતાં મુખે વિચારીએ છીએ અને કહીએ છીએ . બસ હવે ક્યાં મંજિલ બહુ દૂર છે , મંજિલની નજીક આવી જ ગયા છીએ. બસ જીવન પણ આવું જ છે. બસ હકારાત્મક રીતે સામનો કરી જોજો અને પોતાનાં જીવનની મુસાફરીને પાર કરજો.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *