Intjaar novel part 4

Intjaar part-4:”જુલી કહે તું એક સ્ત્રી છે અને કુણાલ તને રમકડું માનીને જેમ નચાવે તેમ નાચવાનું ??…

Intjaar part-4: ઇન્તજાર ભાગ/4 “જૂલીએ રીનાને કહ્યું; હવે રડવાના દિવસો નથી .બહુ થયું ,હવે તો મને વાત કર તને વસંતી શું કહેતી હતી અને તમારી વચ્ચે શું ચર્ચા થઈ એ મને કહેતો મને સમજણ પડે!!

આપણે આગળના ભાગમાં જોયું કે રીના, કુણાલ અને વસંતી ત્રણે જણા એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા અને છેલ્લે છુટા પડ્યા. રીના એની મિત્ર સાથે પોતાનું દિલ હળવું કરવા માટે જુલી પાસે  જઈને એ પોતે ખૂબ જ રડવા લાગી અને જૂલીએ એને આશ્વાસન આપ્યું.

હવે આગળ…Intjaar part-4

“જૂલીએ રીનાને કહ્યું; હવે રડવાના દિવસો નથી .બહુ થયું ,હવે તો મને વાત કર તને વસંતી શું કહેતી હતી અને તમારી વચ્ચે શું ચર્ચા થઈ એ મને કહેતો મને સમજણ પડે!!

“રીના કહે; વસંતી મને એમ કહેતી હતી કે ‘તું અમારી સાથે રહી શકે છે અને અમારી સાથે અમેરિકામાં પણ આવી શકે છે અમારી સાથે રહે એમાં વાંધો નથી અને કુણાલ પણ એમ જ કહેતો હતો કે તું મારી સાથે રહી શકે છે પરંતુ હું વસંતી ને છોડી શકું એમ નથી.”

“જુલી કહ્યું ;તે શું જવાબ આપ્યો”

“રીના કહે ;કંઈ જ ચોખવટ કરી નથી ,પરંતુ હું એના જવાબ માટે તારી સાથે આવી છું કે હું શું કરું એ જ મને સમજાતું નથી અને તું મારી નજીકની મિત્ર છે એટલે તું મને સાચી રાહ દેખાડ તો મને ખબર પડે જીવનમાં ને ઘણું બધું ગુમાવી દીધું છે મારો દસ વરસનો ઇન્તજારનો મને એક ઊંડો આઘાત દિલમાં  પસરી ગયો છે”

“જુલી કહે તું એક સ્ત્રી છે અને કુણાલ તને રમકડું માનીને જેમ નચાવે તેમ નાચવાનું ?? તું એને માફ કરવા માગતી હોય તો હું એમાં માનતી નથી. આપણે પણ હદય છે, દિલ છે. તે પણ ધાર્યું હોત તો અહીંયા એને છોડીને બીજે લગ્ન કરી લીધા હોત .દસ વર્ષથી કેટલો બધો ઇન્તજાર કરે છે તે તો કોઈની સાથે કોઈ સંબંધ  બાંધ્યો છે ખરો ?

“રીના કહે :જુલી તારી વાત સાચી છે પરંતુ આપણા દેશમાં એ બધું શક્ય નથી અને આપણે તો એવો વિચાર પણ ન કરી શકીએ, કારણ કે આપણા એક વખત લગ્નના મંડપમાં ફેરા ફરી જાય પછી તન-મન-ધનથી એ જ આપણો પતિ અને એ જ આપણું સર્વસ્વ હોય છે એટલે એ બાબતે તો હું કઈ વિચારી પણ ન કરી શકું!

Intjaar part-4, bhanuben Prajapati

“જુલી કહે ;તારી વાત સાચી છે કે આપણે એવું ન વિચારી  શકીએ, પરંતુ શું કુણાલે તારી સાથે જે વિશ્ર્વાસઘાત કર્યો એ યોગ્ય છે! એને તો  અમેરિકામાં જઈને એના મનને  આનંદમાં વીતે એ માટે વસંતીના પ્રેમમાં  મન પરોવી દીધુ. એને તારો તો વિચાર કર્યો નહીં કે તારું શું થશે ! તું તો એના મા-બાપની પણ સેવા કરતી હતી એની ફરજ પૂરી કરતી હતી એને કેમ વિચાર ન આવ્યો કે દેશમાં મારી પત્ની મારા નામના ભરોસે રાહ જોઈને બેઠી છે અને મારા મા-બાપને એક પુત્ર તરીકે ની દરેક ફરજ મારી પત્ની પૂરી કરે છે તો એને આવું પગલું ભરતાં વિચાર ન કરવો જોઈએ!!

“રીના કહે ; જ્યારે અમે લગ્ન કર્યા ત્યારે તો કુણાલ બહુ સરસ વાતો કરતો  અને કહેતો હતો કે ; રીના ત્યાં જઈને તરત જ તને બોલાવી લઈશ “હું તને ખૂબ જ પ્રેમ કરું છું’ તું મારા મા-બાપ lની સારી રીતે સેવા કરજે.  મને ફોન પણ કરતો હતો પરંતુ મને ક્યારે અણસાર પણ ન આવવા દીધો એ મને નહીં, પરંતુ વસંતી ને પ્રેમ કરે છે.

“જુલી કહે ;રીના આપણા દેશમાં સ્ત્રીઓ ખૂબ જ ભોળી છે એમને થોડી પ્રેમ ભરી વાત કરો તો એમની વાતોમાં આવી જાય છે અને વિશ્વાસ મૂકી દેતી હોય છે કે એમનો પતિ ભલે વિદેશે પરંતુ પ્રેમ તો એમને જ કરે છે પરંતુ એમને ક્યાં ખબર કે ઝાંઝવાના જળ  નજીક જઈએ ત્યારે જ ખબર પડે કે કેવા છે!!”

“તું જ કહે ;, જૂલી હવે હું શું કરું ક્યો નિર્ણય લઉ, મને પણ કુણાલ પર ગુસ્સો આવે છે પરંતુ એમનો ગુસ્સો એના મા-બાપ પણ નથી કરવા માગતી  એમને પણ દુઃખી કરવા નથી માગતી અને વસંતી  પણ એક સ્ત્રી છે એ તો  અમારી વચ્ચે નથી આવી પરંતુ કુણાલ લાવ્યો છે.”

“નહીં ,તારી વાત ખોટી છે રીના એવું  કહ્યું ,કારણ કે વસંતી તો જાણતી જ હતી કે કુણાલે લગ્ન કરેલા છે અને એને તો તને વાત કરી કે હું જાણું છું કે તમે કુણાલ ની પત્ની છો તો તું જ વિચાર એને જાણી જોઈને લગ્ન કર્યા છે એને ખબર ન પડવી જોઈએ કે એની પત્ની ત્યાં દેશમાં એનો ઇન્તજાર કરે છે “

“રીના કહે; અરે યાર વસંતી ને શું કહેવાનું !  કુણાલએ  વિચારવું જોઇએ કે હું ,એનો કેટલો બધો ઇન્તજાર કરતી હતી.  મારી જિંદગી નું શું થશે! તો મારે કોના સહારે જીવીશ. મારા દસ વર્ષતો નીકળી ગયા, પરંતુ હવે કોના  સહારે જિંદગી જશે , હું છૂટાછેડા આપીને પણ બીજા લગ્ન કરવા નથી માંગતી શું કરું એ જ મને ખબર નથી પડતી.”

“જુલી કહે ;તારે કંઈ જ પણ કરવાનું નથી બસ તારે એક જ નિર્ણય કરવાનો છે કે તારે અમેરિકા એમની સાથે જવાનું છે બીજો કોઈ વિચાર તારે કરવાનો નથી અને પહેલા તું તારો નિર્ણય અને જણાવી દે પછી આપણે શું કરવું એ આપણે વિચારીશું આવતીકાલે સવારે તુંવિચારી ને કહી દેજે કે અ 15 દિવસ પછી ફોરેન જવાના છો તો મારી પણ ટિકિટ કરાવી લેજો”

‘રીના કહે ;અમેરિકા જવા માંગતી નથી હું એવું કંઈ પણ  કહીશ નહીં”

“જુલી કહે :બસ તુ મને મિત્ર માને છે , હવે સુઈ જા .આવતીકાલે આપણે મેં કહ્યું એ રીતે તારે કહેવાનું છે.


(વધુ આગળ ભાગ/5.. માં જોઈશું કે જુલી ,રીનાને  અમેરિકા જવા માટે તૈયાર કરે છે અને કહે છે કે વસંતી, કુણાલે પ્રેમ કરતી નથી એવું મને લાગી રહ્યું છે તો એમની સાથે જઈને તપાસ કર અને કુણાલને એ પ્રેમ કરે છે કે પછી એને છેતરે છે એ તારે જોવા માટે ફોરેન જવાનું છે અને રીના ફોરેન જવા માટે તૈયાર થઈ જાય છે

હવે વધુ આગળ જાણવા પાંચમો ભાગ વાંચો…

આ પણ વાંચો..About The kashmir files: એક નગ્નતા એ અનેકને નગ્ન કર્યા

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *