CM Bhupendra Patel speech

5 Town Planning Schemes: રાજ્યના ચાર મહાનગરોમાં કુલ પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી મંજૂરી

5 Town Planning Schemes: મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ ચાર ડ્રાફટ ટી.પી સ્કીમને પરિણામે કુલ ર૪.૩૧ હેક્ટર્સ જમીન સામાજીક અને આર્થિક રીતે નબળા લોકોના આવાસ માટે સંપ્રાપ્ત થશે

ગાંધીનગર, 20 માર્ચઃ 5 Town Planning Schemes: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોના આયોજનબદ્ધ વિકાસની નેમ સાકાર કરતાં ૧ પ્રિલીમનરી અને ૪ ડ્રાફટ મળીને કુલ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમ એક જ દિવસમાં મંજૂર કરી છે. તદઅનુસાર, તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી સ્કીમ-૧ બોડકદેવ પ્રિલીમનરી સ્કીમ મંજૂર કરી છે. 
    
આ ઉપરાંત ૪ ડ્રાફટ સ્કીમ અંતર્ગત અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડાની મુસદારૂપ ટી.પી સ્કીમ નં-૩૦૭ સાંતેજ-રકનપૂર, ગાંધીનગર શહેરી વિકાસ મુસદારૂપ ટી.પી સ્કીમ નં. ર૮ સરગાસણ-પોર-કુડાસણ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી સ્કીમ નં.ર૧ રૂવા-વડવા અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી સ્કીમ નં.૧૧ જામનગરનો સમાવેશ થાય છે 
    
મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ ચાર ડ્રાફટ ટી.પી સ્કીમને પરિણામે કુલ ર૪.૩૧ હેક્ટર્સ જમીન સામાજીક અને આર્થિક રીતે નબળા લોકોના આવાસ માટે સંપ્રાપ્ત થવાની છે.

આવી જે જમીન સંપ્રાપ્ત થશે તેમાં ઔડાની ડ્રાફટ ટી.પી સ્કીમ ૩૦૭ સાંતેજ-રકનપૂરમાં અંદાજે પ.પ૬ હેક્ટર્સ, ગાંધીનગર શહેરી વિકાસ ડ્રાફટ ટી.પી ર૮ સરગાસણ-પોર-કુડાસણમાં ૧.૮૬ હેક્ટર્સ, ભાવનગર મહાનગરપાલિકાની ડ્રાફટ ટી.પી સ્કીમ-ર૧ માં ૭.૬પ હેક્ટર્સ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી સ્કીમ-૧૧માં ૯.ર૪ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે. 

આ પણ વાંચોઃ About The kashmir files: એક નગ્નતા એ અનેકને નગ્ન કર્યા
    
આ ઉપરાંત ખૂલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન અને જાહેર સુવિધા માટે જે જમીન સંપ્રાપ્ત થશે તેમાં ઔડાની મૂસદારૂપ ટી.પી સ્કીમ-૩૦૭માં અનુક્રમે ૬.૧૩ અને ૪.૮૮ હેક્ટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે ૯.૦૭ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થઇ શકશે. 

ગાંધીનગર શહેરી વિકાસ મુસદારૂપ ટી.પી સ્કીમ-ર૮ માં આ હેતુસર ૩.ર૪ હેક્ટર્સ અને પ.૦૧ હેક્ટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે આશરે ર૧.૪પ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.
 
ભાવનગર મહાનગરની મૂસદારૂપ ટી.પી સ્કીમ-ર૧ માં ખુલ્લી જગ્યા, બાગ બગીચા તથા રમત-ગમતના મેદાન માટે ૧૦.૧૭ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૮.૪૪ હેક્ટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે આશરે ર૦.૮૩ હેક્ટર્સ જમીન મળી કુલ આશરે ૪૭.ર૭ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

એટલું જ નહિ, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મૂસદારૂપ ટી.પી સ્કીમ-૧૧ માં ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે ૧.પ૭ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે પ.પ૬ હેક્ટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે આશરે ૧૬.૧પ હેક્ટર્સ જમીન મળી કુલ આશરે ૩૬.૩૩ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે
 
મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર કરી ગુજરાતના શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો રાજ્ય સરકારનો સંકલ્પ વધુ એકવાર સાકાર કર્યો છે.

Gujarati banner 01