G 20 1

G20 Summit: G20માં 500 ઉદ્યોગપતિઓને આમંત્રણ, અંબાણી-અદાણી સહિતના મોટા ગજાના આગેવાનો આપશે હાજરી…

G20 Summit: ભારતીય વાયુસેના દિલ્હી સહિત સમગ્ર દેશમાં એરસ્પેસ પર નજર રાખવા માટે તેના ફાલ્કન AWACS એરક્રાફ્ટનું સંચાલન કરશે

નવી દિલ્હી, 08 સપ્ટેમ્બરઃ G20 Summit: ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 બેઠકમાં આજે આયોજિત G20 સમિટ ડિનરમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતના આ બે સૌથી ધનાઢ્ય વ્યક્તિત્વ G20 નેતાઓમાં જોડાશે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે તેની સ્થિતિ દર્શાવશે.

આ રાત્રિભોજન માટે લગભગ 500 વ્યવસાયિક હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. સૂત્રો મુજબ, અન્ય ભારતીય સેલિબ્રિટીઓમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન, અબજોપતિ કુમાર મંગલમ બિરલા, ભારતી એરટેલના સ્થાપક-ચેરમેન સુનીલ મિત્તલનો સમાવેશ થાય છે,

સૂત્રોએ જણાવ્યું હતું કે આ દરમિયાન, G20 સમિટને ધ્યાનમાં રાખીને, ભારતીય વાયુસેના દિલ્હી સહિત સમગ્ર દેશમાં એરસ્પેસ પર નજર રાખવા માટે તેના ફાલ્કન AWACS એરક્રાફ્ટનું સંચાલન કરશે. તેને આકાશની આંખ કહેવામાં આવે છે.

હિંડન એરબેઝ, અંબાલા, સિરસા, ભટિંડા ડિફેન્સ એરબેઝ, દિલ્હીની આસપાસ બનેલા એરપોર્ટને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ફાઈટર જેટ રાફેલ, એન્ટિ ડ્રોન સિસ્ટમ ઉપરાંત વાયુસેનાએ 70 થી 80 કિલોમીટર સુધીના ટાર્ગેટને હિટ કરી શકે તેવી મિસાઈલો તૈનાત કરી છે.

આ પણ વાંચો… Tanetar Lok Mela: તરણેતર લોકમેળો : ૨૦૨૩ મેળા દરમિયાન ત્રણ દિવસ પશુપ્રદર્શન હરીફાઇ યોજાશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો