Varanasil Cricket Stadium

International Cricket Stadium in Varanasi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો

International Cricket Stadium in Varanasi: સ્ટેડિયમનો આકાર દેવોના દેવ મહાદેવના માથે સુશોભિત ચંદ્રમાં જેવો બનાવવામાં આવશે

અહેવાલઃ ડૉ.રામ શંકર સિંહ

વારાણસી, 23 સપ્ટેમ્બરઃ International Cricket Stadium in Varanasi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે હતા. આ અંતર્ગત તેમણે ગંજરીમાં પૂર્વાંચલના પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન BCCI ચીફ રોજર બિન્ની સહિત ઘણા પૂર્વ ક્રિકેટરો હાજર રહ્યા હતા.

સ્ટેડિયમનો આકાર દેવોના દેવ મહાદેવના માથે સુશોભિત ચંદ્રમાં જેવો બનાવવામાં આવશે. સ્ટેડિયમની બહાર વિશાળ ત્રિશૂળ બનાવવામાં આવી રહ્યું છે, જેના પર ફ્લડ લાઇટ લગાવવામાં આવશે.

સ્ટેડિયમની મુખ્ય ઇમારત ભગવાન શિવના ડમરુની જેમ બનાવવામાં આવી રહી છે. સાથે જ સ્ટેડિયમની એન્ટ્રી બિલીપત્રના આકારમાં બનાવવામાં આવશે. તેમજ પીએમ મોદીએ કરોડોના વિકાસ કાર્યોની પ્રજાને ભેટ આપી હતી.

લોકસભા અને રાજ્યસભામાં મહિલા અનામત બિલ પાસ થયા બાદ પ્રથમવાર પીએમ મોદી કાશી સ્થિત સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીમાં પાંચ હજાર મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો.

નારી શક્તિ વંદન એક્ટ પર મહિલાઓ સાથે વાતચીત કરી હતી. જે બાદ પીએમ મોદીએ રોડ માર્ગે સિગરા સ્થિત રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં અટલ આવાસીય વિદ્યાલયના વિદ્યાર્થીઓનાં પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પણ વાંચો… Train Fire in Valsad: વલસાડ થી સુરત જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી, જાણો વિસ્તારે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો