busy life girl

Busy Life: સવાર પડી નથી કે “ઊઠો, જાગો અને રાત ન પડે ત્યાં સુધી મંડ્યા રહો!”

શીર્ષક: થોડોક સમય આરામ(Busy Life)

Busy Life: હેલ્લો મિત્રો! આજે હું આવી છું આપના બધાં ની વચ્ચે એક સામાન્ય ટોપિક લઇને કે જે આપણે રોજેરોજ જોઇએ જ છીએ અને સાથે સાથે અનુભવીએ પણ છીએ! સવાર પડી નથી કે “ઊઠો, જાગો અને રાત ન પડે ત્યાં સુધી મંડ્યા રહો!” જ્યાં જોવો ત્યાં આ જ ભાગદોડ છે.

busy life, Pooja Patel chiki

શહેરના એક છેડે રહેવાનું અને બીજાં છેડે નોકરી મળેલ હોય એટલે ત્યાં સુધી પહોચવાની ઉતાવળ! ટ્રાફિક જામ, ટ્રેનની ભીડ, બસની ધક્કામુક્કી અને રીક્ષામાં કે કેબમાં સવારી કરી અંતે આવે ઓફિસ! ઓફીસે ઓફિસનું કાર્ય પુરું કરીને વળી પાછી વિવિધ પ્રકારની સવારી કરીને ઘરે પહોંચવાનું!

Busy Life:એમાં પણ જો રજાના દિવસોમાં આરામ ન કરીને ફરવા માટે નિકળી પડ્યાં, તો તો પુરું! ફરવા જવું જાણે ફરજિયાત જ થઈ ગયું છે. એ એક દિવસ પણ જો આંધળું અનુકરણ કરતા કરતા આરામ ન કરીને અને પોતાનાં જ સ્વસ્થ્ય સાથે છેડછાડ કરીને પણ આપણે ફરવા જઈશું તો આરામ ક્યારે કરશું? મહિનામાં ૩૦/૩૧ દિવસોમાં પણ જો માત્ર ચાર દિવસ આપણે આખો પોતાનાં શરીર માટે ન કાઢી શકીએ તો આ ભાગદોડ કરવાનો શું મતલબ? જેટલું આપણે સામાજિક ક્ષેત્રે કાર્યરત રહીએ, જેટલું આપણે આપણી કારકીર્દિ બનાવવામાં જાત ઘસી નાખીએ એ જેનાં દ્વારા કરીએ છીએ એ શરીરની જવાબદારી પણ આપણી જ છે ને!

થોડોક આરામ તો કરી લેવો જોઈએ! રજા તો મજા કરવા માટે હોય છે માન્યું, પરંતુ સતત ભાગદોડ કરવાથી શરીરનો આરામ કરવાનો સમય ઓછો થઈ જતો હોય છે અને માનવીની જરૂરિયાત પ્રમાણે ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ જરૂરી છે. અને તે જ એને ન મળે તો તે ધીરે ધીરે નબળું પડવા લાગે છે જેનો સીધો અસર માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. તો આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને સચવાઈ રહે અને આપણે આપણાં બધાં જ કાર્યો સારી રીતે પુર્ણ કરી શકીએ.

આ પણ વાંચો:A city of buildings: એક શહેર બિલ્ડિંગનું

આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી!: પૂજા પટેલ (ચીકી)

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *