Money is not everything: પૈસાની માયા..

Money is not everything: જીવનમાં લોકો પૈસા ને ખૂબ મહત્વ આપતા હોય છે.આજ બધાને પૈસાની માયા લાગી છે.જીવન જીવવા માટે પૈસો જરૂરી છે.એવુ જ લોકો એ માની લીધું છે.

પૈસાની માયા એવી લાગી છે ,લોકોને કે સંબંધોને પણ  પૈસામાં તોલે છે.જેની પાસે પૈસા છે એનુ મહત્વ વધારે એવુ સમજીને લોકો ચાલે છે.જેના લીધે કયારેક કયારેક સંબંધોમાં પણ એની અસર જોવા મળે છે.માણસ આજે પૈસા પાછળ એટલું દોડી રડયો છે કે સંબંધોને પણ પાછળ મૂકતો જાય છે.


      પૈસાના નશામાં એ સારુ ખરાબનો ભેદ ભૂલી ગયો છે.માણસને પોતાની આવડત પર વિશ્વાસ ઓછો થતો જાય છે.દરેકને ખૂબ ઓછા સમયમાં પૈસા વાળું બની જવુ છે કોંઈ પણ ભોગે.પૈસો ભગવાન નથી પણ ભગવાનથી ઓછો પણ નથી એવું લોકો માની બેઠા છે.કોરાના સમયે જે   વિત્યું એનાથી કોઈ અજાણ નથી. મોટી મોટી હોસ્પિટલમાં લાખો રૂપિયા ભરવા છતાં લોકો પોતાના સ્વજનોને નહિ બચાવી શકયા.તો પૈસાના જોર કેમ ન બચાવી શકયા.?ધણી જગ્યા એ એવી પરિસ્થિત લોકો એ જોઈ કે પૈસાના હોવાથી યોગ્ય સમયે સારવાર નમળી.અમુક લોકોને ત્યારે સમજાયું કે પૈસો કશું નથી છતાં જીવન માટે જરૂરી છે.આજે ડગલેને પગલે પૈસાની જરૂર દરેકને પડે છે અને હંમેશા પડતી જ રહેશે.રાજા હોય કે રંક દરેકને પૈસો જેટલો હોય એટલો ઓછો જ લાગે છે.


Money Isn't Everything - Heather Roscoe

આજે પૈસાને લીધે સંબંધોમાં પણ કડવાશ આવી જાય છે.માણસને પૈસા આગળ સારુ ખરાબ,પાપ પુણ્ય કશું જ નથી સમજાતુ.સમજાય છે તો એક જ ભાષા ,જે છે પૈસાની.પૈસાનો નશો ભલભલાને ધંમડી,પાંખડી, અભિમાની  બનાવી દે છે.બધા બધુ જાણે છે, સમજે છે છતાં પણ સ્વીકારતા નથી.સિંકદર જેવા સિંકદર પાસે અઠળક પૈસો હોવા છતાં એ ખાલી હાથે ગયો.બધાને ખબર છે કઈ લઈને નથી જવાનુ તો પણ પૈસાની માયામાં એની પાછળ દોડયો જ જાય છે.પૈસો મારો પરમેશ્વર છે એવુ માનનાર લોકોની સંખ્યા ઓછી નથી.પૈસાની માયાના ચક્કરમાં લોકો માણસાઈ પણ ભૂલી ગયા છે આજે હરએક વ્યક્તિ પૈસાની પાછળ દોડી રહી છે.


પહેલાના સમયમાં લોકો માનતા હતા કે મહેનત અને કિસ્મત હશે તો પૈસા બનાવી લેવાશે, પણ આજની પેઢી આ વસ્તુને માનવા તૈયાર નથી એને કોઈ પણ ભોગે પૈસાદાર બનવું છે.એના માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે આજકાલ આપણે જોઈએ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોના ખાતા ખાલી કરી દેવામાં આવે છે,પૈસાની ઉઠાંતરી કરી દેવામાં આવે છે.શું આ યોગ્ય છે? માણસ પૈસો બનાવે છે ,પૈસો માણસ ને બનાવતો નથી એ કયારે ભૂલવું નહિ.

આ પણ વાંચોઃ Online education in Gujarat till date: રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં હવે આ તારીખ સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે- વાંચો સંપૂર્ણ વિગત

Gujarati banner 01