Sukavya banner

No one is perfect; કોઇ સંપૂર્ણ નથી.

No one is perfect: કોઇ સંપૂર્ણ નથી.

શારીરિક, માનસિક,સંસારીક કે વ્યવહારીક.

સુખ હોય કે દુ:ખ, ખુશ હોય કે નાખુશ. બધું જ શાશ્વત છે.

મનુષ્ય સર્વાકર્ષક નથી.એટલે,આ દરેક તકલીફોને તે બહું ગંભીરતાથી લે છે અને એટલે જ ક્યાંક ને ક્યાંક તે મોહમાયાની ઝપટમાં આવીને સંપૂર્ણ થ​વા પાછળ દોડભાગ કરે છે. અને સંપૂર્ણતાની પ્રાપ્તિની ઘેલછામાં તે આ જીવનમાંથી પૂર્ણ થ​ઈ જાય છે.

જે મનુષ્યમાં સ્થિરમન, બુદ્ધિ અને અહંકારની સ્થિતિ છે તે સંયમી છે. તે સુખમાં વધારે અહંમ નથી કરતો અને દુ:ખથી તે શોક નથી કરતો તે સમાન ભાવે રહે છે અને તે મનુષ્ય કામનાઓ ત્યાગીને એક જ સ્થિતમાં સ્થિર રહે છે તે સંપૂર્ણ છે.

દરેક મનુષ્ય માટે સંયમ જાળવવો અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી સરળ નથી. પણ, દુ:ખ હંમેશા સાથે જ રહે છે. અને એ દુ:ખ જ મારી તાકાત છે સુખ તો સમય નિર્ધારીત ડોકિયાં કરવાં જ આવે છે તેવું જો સમજી લે તો તમામ કામનાઓને ત્યજીને કાબૂમાં રાખીને તે આ ગહનભરેલ જીવન સહજતા અને સરળતાથી પાર પાડી શકે છે.

सुखदु:खे समे कृत्वा लाभालाभौ जयाजयौ |

ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि |

મનુષ્ય માટે ફકત સંયમ,સ્થિર બુદ્ધિ,અહંકારરહિત વિચારો આવશ્યક છે. જેનાંથી મનુષ્ય શાંતિ પામે છે. 🙌🏻

આ પણ વાંચો:-77th Independence Day: 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનો તખ્તો તૈયાર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *