Urja novel 11

પ્રકરણ:11 પ્રણય અને ઉર્જાનું લગ્ન જીવન ભાગ-5(Pranay ane Urjanu lagna jivan part-5)

પ્રણય અને ઉર્જાનું લગ્ન જીવન ભાગ: 5(Pranay ane Urjanu lagna jivan part-5)

        Pranay ane Urjanu lagna jivan part-5: “ચાલ હવે જે હોય તે કહી દે.મને વધુ રાહ નહીં જોવડાવ.અરે…કહી દેને.”ઉર્જાને ઉત્સુકતાપુર્વક કહે”તારી મનની વાત હવે રહેવા દે નથી જાણવી,તારો જે હોય એને જઈ કહેજે.તારા મનની વાત મને વધુ બિમાર કરશે…ચાલ સવારે વાત કરીએ…ગૂડ નાઈટ…”

            ઉર્જાથી પ્રણય સાથે વિતાવેલી યાદગાર પળોને વાગોળતા વાગોળતા એકાતમા મંદ મંદ સ્મિત રેલાતુ હતું ને મનમાં સંગીત…

“મનને ગમે છે છતાંય,
તન મનને રોમ રોમમાં
પ્રેમની તડપ છે,શું કરું
ભિતરે સળવળતા સવાલોની શૃંખલા
રોકે છે,તુ જ કહે ને આને શું કહી શકાય,સમજાવ ને
મનને તારો સાથ ભાવી ગયો છે,તારી
નિર્દોષ મુસ્કાને મુજ સિંહણને ચકોર બનાવી છે,રોમ રોમ તને પામવા છે,
ચોતરફ બસ તુ દેખાય છે,
તુ છે મારા દિલનો ધબકાર,શ્વાસ શ્વાસ તારું નામ જપે,આ દિલ છેતને અધીરુ શું કરું પ્રેમનો રંગ ચડ્યો છે,મારે
મનમૂકી રંગાઈ જવા દે”
વાલમા….”

    સુતી વખતે ઉર્જાના નાઈટ ગાઉનનો છેડો અજાણે પ્રણયના હાથમાં લપેટાઈ જાય છે,ઉર્જા પ્રણયની નિંદ્રામાં ખલેલ પડવા દેવા નોહતી માંગતી,તે પ્રણયને પ્રેમથી પોતાના ખોળામાં સુવાડી રહી હતી.પ્રણયની નિંદ્રા અવસ્થા તેની સુંદરતામાં વધારો કરી રહી હતી.જાણે અજાણે પ્રણયની સુંદરતા ઉર્જાને તેના તરફ ખેંચી રહી હતી.પ્રણયને નિહાળતા નિહાળતા ઉર્જાની આંખ ક્યારેય મિંચાઈ ગઈ,એની ખબર જ ન રહી,રાત્રે નિંદ્રા અવસ્થામાં ઉર્જા દ્વારા પ્રણયને અપાયેલું પ્રેમભર્યા આલિંગને પ્રણયને વિચારોની ગલીએ ભટકાવ્યો હતો.પ્રણયને વહેલાં ઉઠવાની ટેવ પરિવારના સુસંસ્કારરુપે મળી હતી.

તે મુજબ જેવી આંખ ખુલી એવી ઉર્જાને પોતાની બાહોપાશમાં જકડાઈ ગયેલી જોઈ તે અચંબિત થઈ ગયો.તેના મન વિચારોમાં અટવાઈ ગયું.તે પોતાની જાત પર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો,તે મનમાં થોડો અકડાયો,અકડાતા અકડાતા મનમાં જ બરાડી ઉઠ્યોવસ્તુ”જો વિશ્વામિત્ર જેવા તપોબળીને ભાન ભૂલાવી શકતી હોય તો પ્રણય તો સામાન્ય તુચ્છ પામર કહેવાય,ઉર્જા ગાઢ નિંદ્રામાં હતી.ઉર્જાને નિંદ્રામા ખલેલ પડે તેવુ પ્રણય નોહતો ઈચ્છતો.સૂતેલી ઉર્જાના ચહેરા પર ફેલાયેલા સોનેરી વાળને તેની સુંદરતા નિખારી રહ્યા હતાં.

ઉર્જા ની અરમણીય સુંદરતાને પ્રણય માણી રહ્યો હતો.જોતજોતામાં સમયનું ભાન જ ન રહ્યું,પ્રણય પથારીમાંથી સફાળો જાગવાની તૈયારી કરે,ત્યાં તો અવાજ આવ્યો કે”અરે….પ્રણય…અહીં રહો ને મને મૂકી ન જાવ…તમે મારી પાસે રહો ને,તમે મારી પાસે જ રહો ને “ઉર્જાના આ અવાજમાં નિર્દોષતા છલકાઈ રહી હતી.

Gujarati banner 01

          ઉર્જાનો મધૂર અવાજ પ્રણયના દિલમાં હલચલ મચાવી રહ્યો હતો.”મને આ શું થઈ ગયું છે,ઉર્જાને જો ખબર પડશે તો અમારી તૂટીફૂટી દોસ્તી પણ તૂટી જશે,મનમાં ઉર્જાને ખોવાનો ભય પણ હતો,એ નાદાન શું જાણે પ્રેમ ઉર્જાના પણ આજ હાલ હતા.બંન્ને મનમાં વિચારી રહ્યા હતા કે મનની વાત પહેલાં કોણ કરે…??

          ઉર્જા અને પ્રણયના શોખ પણ મળતા આવે.બેઉની આદત એક મજાની હતી,કે પોતાના સારા નરસા અનુભવો પર્સનલ ડાયરીમાં લખવા.આ યાદગાર હનીમૂનને મનમાં સદાય જીવંત રાખવા માઉન્ટાબુની યાદગાર મેમરી ફોટોરૂપે જડી તેના વિશેના અનુભવો પોતાની પર્સનલ ડાયરીમાં અને સ્ક્રેપબૂકમા કંડારતા હતાં.

હવે માઉન્ટાબુથી વિદાય લેવાનો સમય આવ્યો,ઉર્જા અને તન્મયા મનમૂકી રડ્યા પણ યાદ જીવંત રાખવા એકબીજા ને ગિફ્ટ આપી ફરી મળવાની એક આશા સાથે બેઉ મિત્રો અને સહેલીઓ ભારે હૈયે છૂટી પડી…આજુબાજુ વાતાવરણ પણ ઠંડીભર્યું હતું.પ્રણય અને ઉર્જા હવે ઉદયપુર તરફ નિકળ્યા.માઉન્ટાબુની ઠંડી સહન કરી તેઓ પથ્થર બની ગયેલા.ઉર્જા પોતાની સહેલી તન્મયાથી વિખુટી પડી પોતાની જાતને એકલી અનુભવી રહી હતી.રડતી ઉર્જાને પ્રણય સાંત્વના આપતાં કહે”ઉર્જા રડ નહીં આમ શૌક કરવો યોગ્ય નથી,આપણે બેઉ એને મળવા જરૂર જશું,હું તારા જીવનમાં તન્મયાની જગ્યા તો નહીં લઈ શકુ,પણ પ્રયત્ન તો કરી શકું ને તારો આજીવન દોસ્ત બનવાનો મારી આજીવન દોસ્તી સ્વીકારીશ….???

ઉર્જાનો શું જવાબ હશે???

વધુમાં હવે આગળ…..પ્રકરણ:12 પ્રણય અને ઉર્જાનું લગ્ન જીવન ભાગ-6

આ પણ વાંચો…The beginning of indian cinema part-2: જ્યારે રાણીનો રોલ કરવા પ્રોસ્ટિટ્યૂટ્સ પણ તૈયાર નહોતી – રાજા હરિશ્ચંદ્ર