Shabdo: કહેવાય તો જાય છે શબ્દો, શું સહેવાય જાય છે શબ્દો?

!! શબ્દો !! (Shabdo)

કહેવાય તો જાય છે શબ્દો,
શું સહેવાય જાય છે શબ્દો?

વાત માન ના માન તારી મરજી,
અસર તો જરૂર કરે જ છે શબ્દો.

તું મૌન સેવે કે હવે માંગી લે માંફી,
બાણ સમા ઘા કરી ગયા છે શબ્દો.

જા ભૂલી જઉ, માફ પણ કરી દઉં,
તોપણ ફરી ‘યાદ’ અપાવે છે શબ્દો.

શું કરું શું ના કરું અઢળક છે સવાલો,
સવારથી સાંજ મનમાં આવે છે શબ્દો.

આ પણ વાંચોIntjaar part-3: “કુણાલ ત્યાં આવે છે.તો પણ રીના તેના ચહેરાના ભાવ સહેજ બદલવા દેતી નથી.”

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *