The past in life: “ભૂતકાળને વાગોળવો એના કરતા એમાંથી મળેલી સમજણને વાગોળવી વધુ સારી”

The past in life: ભૂતકાળ કોનો નાં હોય?દરેક વ્યક્તિ સારા કે ખરાબ અનુભવ સાથે ભૂતકાળને સાથે રાખીને જ જીવતો રહેતો હોય છે અને જેના પરિણામે વાસ્તવિક અને વર્તમાન જિંદગી ઉપર એ અસર થાય છે કે ક્યાંક સારી જિંદગીની શરૂઆત થાય એના જીવનમાં અને પાછો એ ભૂતકાળમાં બનેલ ખરાબ દર્દભરી વાત વાગોળવા બેસી જાય છે અને વર્તમાન જિંદગીને પણ દુઃખી કરી દે છે.

માનીએ કે મોટાભાગના લોકોનો ભૂતકાળ કોઈને કોઈ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયો જ હોય પરંતુ શું આ પરિસ્થિતિને વળગી રહેવાથી તમારી મુશ્કેલી ખતમ થઈ જવાની છે? તમારા આ ભૂતકાળ વાગોળવાથી તમે પોતે પણ દુઃખી થાઓ છો તમારા પરિવારનાં સભ્યોને પણ દુઃખી કરો છો.

હવે કેટલાક લોકો એવુ પણ કહેશે કે એ તો જેને વેઠ્યું હોય એટલે કે સહન કર્યું હોય એ જાણે કે કેમ જીવાયું છે. વાત સાચી કે દુઃખ પડ્યું હોય પણ ત્યારે કંઈક રસ્તો પણ મળ્યો હોય ને? કોઈ નવો વિચાર પેદા થયો હોય ને? કોઈ સારા સજ્જનની ઓળખાણ થઈ હોય ને? કોઈ સારા લખાણ વાંચવામાં આવ્યા હોય ને?

આ પણ વાંચોઃ Changed timing of trains: 9 ઓગસ્ટથી વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી 6 ડેમુ ટ્રેનો પરિવર્તિત સમય સાથે દોડશે

ત્યારે જ આપણે એ તકલીફમાંથી બહાર આવ્યા હોઈએ અને જો એ સમયે આપણે કરેલા સારા વિચાર, વર્તન કે વ્યવહાર જો આપણને સમસ્યામાંથી બહાર લાવી શક્યા હોય તો વિચારો કે એ સમયના સારા વિચારો, વર્તન, વ્યવહારને આપણે આચરણમાં લઈ રોજ સવારે નવા વિચાર સાથે ભૂતકાળમાં ક્યારે મને કયું દુઃખ આવ્યું હતું અને એ સમયે શું બન્યું કે હું એમાંથી બહાર નીકળી શક્યો મારો કયો વિચાર કામમાં આવ્યો? મારું કોઈના સાથેનું સારુ વર્તન કામમાં આવ્યું? કોની સાથે રાખેલો સારો વ્યવહાર કામમાં આવ્યો?

કોણે કેવી રીતે આવી મને મદદ કરી ક્યાંથી મારામાં આગળ વધવાની હિંમત આવી? આ બધા પ્રશ્નો પોતાની જાતને પૂછી અને આ જે જવાબ મળે એને સાથે રાખી ચાલો હંમેશા આનંદ સાથે જીવશો અને બીજાને પણ પ્રેરણા આપી શકશો. જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિ મજૂબર દેખાય ત્યારે મોટાભાગના લોકો એની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે. પરંતુ આપણે એવા બનીએ કે જયારે મજબૂર વ્યક્તિ દેખાય અને એની નીતિ અને નિયત સાચી હોય પણ નસીબ સાથ નાં આપતું હોય ત્યારે તમે એ “મજબૂરને મજબૂત બનાવો”.

આ પણ વાંચોઃ Lumpy virus: પશુઓમાં ઝડપથી ફેલાઇ રહેલા લમ્પી વાયરસ વિશે કૃષિ, પશુપાલન મંત્રીએ આપ્યુ મહત્વનું નિવેદન

એનામા હિંમત જુસ્સો ભરો કોઈને આર્થિક મદદ કરવી એ મદદ નથી તમારી હૂંફ, પ્રેમ, લાગણી, હિંમત આ એવી મદદ છે જે હારેલા, નાસીપાસ થયેલા જિંદગીના ભૂતકાળથી કંટાળી મરવાના કે ખોટા રસ્તે જતા વ્યક્તિને બચાવી શકે છે.ભૂતકાળની યાદોને ભૂલી આગળ વધવા કોઈપણ કામમાં વ્યસ્ત રહો. વ્યસ્ત વ્યક્તિ હંમેશા મસ્ત જીવતો હોય છે.

નોકરી, ધંધા પરથી નવરા થઈ ઘરે આવો એટલે ઘર પરિવાર સાથે સમય પસાર કરો, બહાર મિત્રો સાથે થોડો સમય પસાર કરો, નવું શું થઈ શકે એમ છે અથવા શું બન્યું આખા દિવસમાં તમારી સાથે એ ચર્ચા કરો અને એમાંથી શું સારુ થયું અને એને વધુ સારુ કેવી રીતે બનાવી શકાય એ જુઓ. જેટલું મગજને વ્યસ્ત અને હસી મજાક અને સંગીત સાથે જોડાયેલું રાખી શકીએ એટલું જીવનનું વર્તમાન સુવ્યવસ્થિત થતું જણાશે.

Gujarati banner 01