Tu prarambh kar: અંતની ચિંતા કર્યા વિના તુ પ્રારંભ કર…

!! “પ્રારંભ કર” !!(Tu prarambh kar)

Tu prarambh kar: અંતની ચિંતા કર્યા વિના તુ પ્રારંભ કર,
ધોમધખતા તાપમાં તુ પડછાયો કર.
તુ પ્રારંભ કર…

જિંદગી ઘડી બેઘડીની છે તુ જીવ્યા કર,
સુખ દુઃખની વાતોના અનુભવ તુ વહેંચ્યા કર.
તુ પ્રારંભ કર…

એક સાંધતા તેર તૂટશે,
સુગરીનો માળો તુ ગુંથ્યા કર.
તુ પ્રારંભ કર…

પોતાનામાં જ ખોવાઈને તુ પ્રશ્નો પેદા કર,
તારામાં જ ડૂબી તુ દરેક જવાબ શોધ્યા કર.
તુ પ્રારંભ કર…

એકડો આવડે છે તો તુ એકલો ચાલ્યા કર,
શુન્ય કરવાવાળા પાછળ આવ્યા કરશે તુ ચાલ્યા કર.
તુ પ્રારંભ કર…

મીઠી બોલી ને મજબુત મનોબળ તુ આજમાવ્યાં કર,
વિશ્વાસ, પ્રેમ અને એકતાના દીપ તુ જલાવ્યા કર.
તુ પ્રારંભ કર…

ભીડ વચ્ચે પણ તારો ચહેરો તુ ચમકાવ્યા કર,
હરીફની ચિંતા છોડીને પક્ષીની આંખને તુ સાધ્યા કર.
તુ પ્રારંભ કર…

તને જ હરીફાઈમાં દોડવનારા તને જ ધક્કો મારશે,
બાળપણમાં ભાંખડીએથી ઉભા થઈ ચાલતા વાગેલી ઠેસને યાદ કરી તુ ચાલ્યા કર.
તુ પ્રારંભ કર…

અંતની ચિંતા કર્યા વિના તુ પ્રારંભ કર…

લેખક -રોનક ચંદ્રકાન્તભાઈ જોષી. “રાહગીર”

આ પણ વાંચો..Intjaar part-21: એન્જલિના ત્યાંથી પાછી પણ વળી જાય. હું આજે જ વકીલ જોડે જઈને મારું વસિયતનામું બદલી નાખું છું.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *