crude oil refinary

Full cess on fuel exports withdrawn: સરકારે ઈંધણ પર લાગુ કરેલા સેસમાં કાપ મુક્યો, આ નિર્ણયથી સરકારી અને ખાનગી કંપનીઓને થશે ફાયદો

Full cess on fuel exports withdrawn: ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 3 સપ્તાહ પહેલા નિકાસ પર લાગુ કરવામાં આવેલા ભારે ભરખમ ટેક્સને પાછો ખેંચી લીધો છે

નવી દિલ્હી, 20 જુલાઇઃ Full cess on fuel exports withdrawn: કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ અને હવાઈ ઈંધણની નિકાસ પર રોક લગાવવા માટે ગત તા. 1 જુલાઈના રોજ તેના પર ભારે સેસ લાગુ કર્યો હતો. જોકે હવે ગ્લોબલ માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થવાના કારણે આ ટેક્સમાં ફરી એક વખત કાપ મુકવામાં આવ્યો છે. તેનો સૌથી વધારે ફાયદો પેટ્રોલની નિકાસ કરનારી કંપનીઓને થશે. 

ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 3 સપ્તાહ પહેલા નિકાસ પર લાગુ કરવામાં આવેલા ભારે ભરખમ ટેક્સને પાછો ખેંચી લીધો છે. સરકારે ડીઝલ અને હવાઈ ઈંધણ પર લાગુ કરવામાં આવેલા સેસમાં કાપ મુક્યો છે જ્યારે પેટ્રોલ પર લાગુ કરવામાં આવેલા સેસને સંપૂર્ણપણે સમાપ્ત કરી દીધો છે. 

હકીકતે ગ્લોબલ માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં થઈ રહેલા ભારે વધારાને ધ્યાનમાં રાખીને ઘરેલુ માર્કેટમાં પેટ્રોલ-ડીઝલના છૂટક મૂલ્યમાં થઈ રહેલા વધારાને રોકવા માટે આ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય કંપનીઓ અહીં રિફાઈન કરવામાં આવેલા ઈંધણની નિકાસ કરવાના બદલે તેની ઘરેલુ માર્કેટમાં ખપત કરાવે તેવો હતો. તેનાથી દેશમાં પુરવઠો જળવાઈ રહે અને કિંમતો પરનું દબાણ પણ ઘટાડી શકાય તેમ હતું. જોકે તેલ કંપનીઓએ આ વધારાનો ટેક્સ લાગુ થયો ત્યારથી તેનો વિરોધ શરૂ કરી દીધો હતો. 

આ પણ વાંચોઃ Deepika Will Play Parvati In Brahmastra: રણબીર અને આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દીપિકાની એન્ટ્રી, પાર્વતીના રોલમાં જોવા મળશે અભિનેત્રી

સરકારી નોટિફિકેશન પ્રમાણે ડીઝલ અને હવાઈ ઈંધણ પર લાગુ કરવામાં આવેલા 13 રૂપિયા પ્રતિ લીટરના વધારાના ટેક્સમાં 2 રૂપિયાનો કાપ મુકવામાં આવ્યો છે. મતલબ કે, કંપનીઓએ હવે ડીઝલ અને હવાઈ ઈંધણની નિકાસ માટે 11 રૂપિયાનો સેસ ચુકવવો પડશે. જ્યારે પેટ્રોલની નિકાસ પર લાગુ કરવામાં આવેલા 6 રૂપિયા પ્રતિ લીટરના ટેક્સને સંપૂર્ણપણે સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. 

સરકારે ભારતમાં ઉત્પાદિત કાચા તેલની નિકાસ પર પણ ભારે મોટો ટેક્સ લાગુ કર્યો હતો જેમાં હવે મોટો કાપ મુકવામાં આવ્યો છે. સરકારે ઘરેલુ ક્રૂડની નિકાસ પરના ટેક્સને 27 ટકા ઘટાડીને 17 હજાર રૂપિયા પ્રતિ ટન કરી દીધો છે. આ ટેક્સ ઘરેલુ ક્રૂડની નિકાસ રોકવા માટે લાગુ કરવામાં આવ્યો હતો જેથી ગ્લોબલ માર્કેટમાં જ્યારે તેના ભાવ ઝડપથી વધી રહ્યા હતા ત્યારે ભારતીય માર્કેટમાં ઈંધણનો પુરવઠો જળવાઈ રહે. 

સરકારના તાજેતરના નિર્ણયથી પેટ્રોલ-ડીઝલ જેવા રિફાઈન્ડ ઈંધણની નિકાસ કરનારી કંપનીઓને ભારે ફાયદો થશે. તેમાં સરકારી તેલ કંપનીઓની સાથે ખાનગી ક્ષેત્રની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો પણ સમાવેશ થાય છે. તે સિવાય રોજનેફ્ટની કંપની નાયરા એનર્જીને પણ ફાયદો થશે. આ બંને કંપનીઓ મળીને આશરે 85 ટકા ઈંધણની નિકાસ કરે છે. 

ટેક્સ લાગુ થયા બાદ એક્સપર્ટ્સ એવું અનુમાન લગાવી રહ્યા હતા કે, આ નિર્ણયથી સરકારને એક વર્ષમાં આશરે 1 લાખ કરોડ રૂપિયાની આવક થશે. પરંતુ હવે જ્યારે ટેક્સમાં મોટો કાપ મુકવામાં આવ્યો છે તો ફરી એક વખત ઘરેલુ માર્કેટ પર પણ તેની અસર જોવા મળી શકે છે. 

આ પણ વાંચોઃ IT raid in 40 locations of chiripal group: ચિરિપાલ ગ્રુપ અને તેના સાથે સંકળાયેલા 40 જેટલા સ્થળોએ ITનો દરોડા- વાંચો શું છે મામલો?

Gujarati banner 01