Urja novel part 22

Urja part-22: ઉર્જાના જીવનમાં આવેલું પરિવર્તન

પ્રકરણ:22. (Urja part-22) ઉર્જાના જીવનમાં આવેલું પરિવર્તન ભાગ-1

   Urja part-22: વધુ માં કહે સાચું કહ્યું સંજુના બાપુ તમે ઉર્જાએ આપણને આમ પણ દિકરા કે દિકરીની ગરજ સારી છે.આ સાંભળી
“અંજનાબહેન પતિની વાતમાં હુકારો ભરતા કહે”હા…બાપુ…આમ પણ વહુએ આપણને સાસુ સસરા ન માનતા પોતાના મા બાપ જ ગણ્યા છે,ઉર્જા જેવી વહૂ મેળવી તેઓ પોતાની જાતને ભાગ્યશાળી માનતા હતાં.બેઉ વાતે વળેલા અચાનક ઘરનો દરવાજો ખટક્યો.અંજનાબહેન પોતાની જાતને દરવાજો ખોલવા માટે ઉભા થયા.

સંજના આવી સંજનાને આમ અચાનક જોઈ અંજનાબહેન અને પારિતોષભાઈની અચરજનો પાર નો રહ્યો.
સંજના તેના મમ્મી પપ્પાને પ્રેમથી વળગી જ પડી.અંજનાબહેને પ્રેમથી કહ્યું”દિકરા તુ આમ અચાનક કેમ અહીં આવી?”ઠીક તો છે ને બધું?

મમ્મીના પ્રશ્નોનો પ્રેમથી પ્રત્યુત્તર આપતાં કહે”હા મમ્મી બધું ઠીક છે,આ તો ખાલી મન થયું કે,તમને મળતી આવું…બધું બહાર જ પુછી લઈશ કે શું…અંદર આવવાનુ નહીં કહે….હું હજી કુંવારી જ છું….મમ્મી એ વાતનું ધ્યાન રાખજે.

          અંજનાબહેન સંજનાને કહે “દિકરા આમ કેમ બોલે આ તારુ જ ઘર છે હમણાં જ મેં અને તારા પપ્પાએ યાદ કરી અને તું આવી એટલે આ મારા વિશ્વાસ બહાર છે…”
     
છોડ,મમ્મી પહેલાં એ કહે ઉર્જાભાભી શું કરે એ કેમ અહીં દેખાતા નથી.

 “ઉર્જા દિકરી ઓફિસે ગઈ છે,ચાલ તારા માટે હું દિકરા ઠંડુ લાવું કંઈક આટલું કહીને અંજનાબહેન રસોડામાં ગયાં.”બારણું ખખડ્યુ ત્યારે અંજનાબહેનથી કહેવાઈ ગયું કે લે ઉર્જા દિકરી આવી ગઈ.
દરવાજો ખોલ્યો ત્યારે ઉર્જા નોહતી.ન્યુઝ પેપરવાળા બિલ ઉઘરણી માટે આવેલા.અંજનાબહેન પણ મૂંઝવણમાં પડી ગયા,કે કોણ જાણે ઉર્જા ક્યાં રહી ગઈ?નહીં તો ઉર્જાને આટલું મોડું કોઈ દિવસ નથી થતું.કંઈ ચેકિંગ આવ્યું હશે એની ઓફિસમાં.ઉર્જાને ખુબ ફોન કર્યા પણ ઓફિસ માં ફોનનો બીનજરૂરી ઉપયોગ મનાઈ હતી.માટે ઉર્જા પોતાનો ફોન સાયલેન્ટ મોડમાં રાખી પોતાના કામમાં પરોવાઈ ગયેલી. આગળનો પ્રોજેકટ હતો ગરીબ બાળકોને સ્કૂલમાં રેગ્યુલર આવતાં કેવી રીતે કરવા,તેમને સ્કૂલમાં પડતી તકલીફનું એક ફિડબેક ફોમ બનાવી એનો સર્વે કરવો.એનો શો હલ નિકળે એની ઓફિસમાં ગ્રુપ ચર્ચા અને સમસ્યા નિવારણ માટે યોજવામાં આવી રહેલા કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી.એટલે ઉર્જા એ કામમાં સતત રચી પચી રહેતી.

આ ઉપરાંત બાળકો માટે તેમને ગમતી વસ્તુ જેવી કે કપડાં, રમકડાં,ચોકલેટ,બુક્સ,યુનીફોમ,બેગ જેવી વસ્તુ ઉર્જા અને તેની ઓફિસના બધા સ્ટાફમિત્રો પાસે પૈસા એકઠા કરી અથવા  લોકો પાસે થોડુ ડોનેશન ઉઘરાવી આ કાર્યક્રમ કરવાની રુપરેખા તૈયાર કરવામાં આવી સૌનો મત સાથે રાખી ચાલવાનું નક્કી થયું.

જોતજોતા સમયનું ભાન જ ન રહ્યું,તેઓ ફટાફટ ઘરે જવા નિકળી ગયાં,એકબીજાને ટાટા બાય બાય કરી નવા જોશ અને ઉમંગ સાથે મળવાનું કહી છૂટા પડ્યા.ઉર્જા હાંફતી હાંફતી ઘરે પહોંચવાની ફુલ સ્પીડમાં ફોર વિલર ચલાવી રહી હતી.તૈયારી કરતી હતી.મનમાં તેના સાસુ

ઉર્જાને મનમા સંજુ આવવાનો આભાસ થયો હતો કે શું!એને સંજના માટે હેવી ડ્રેસ અને જ્વેલરી ગિફ્ટ આર્ટની દુકાનમાં પેક કરાવી ને ઘરે પહોંચી ચહેરા પર ગભરાટ હતી,ઘરની ડોરબેલ વગાડી.સંજનાએ દરવાજો ખોલ્યો અચાનક સંજનાને જોઈ ઉર્જા સંજુને જોઈ પોતાની ખુશી રોકી ન શકી,પ્રેમથી ભેટી પડ્યા,બે વર્ષ પછી આમ ભાભીને નણંદ મળ્યા હોવાથી ખુશીઓના આંસુ પણ છલકાઈ રહ્યા હતા ઉર્જાએ સંજનાને ભેટ આપી.સંજનાની ખુશીનો પણ કોઈ પાર નોહતો.ઉર્જા ફ્રેશ થઈ સાસુમા અંજનાબહેન પાસે રસોડામાં પહોંચી ગઈ મદદ માટે.સંજુ પણ મમ્મી અને ભાભીને મદદ કરાવવા માટે રસોડામાં ચાલી ગઈ.સંજુ વર્ષ પછી ઘરે આવી હતી તો ઘરમાં ખુશીનો માહોલ હતો,આજે આખોય પરિવાર સાથે જમતો હતો,એ જોઈ અંજના બહેન નિરાંતે શ્વાસ લેતા હતા.
        
અંજનાબહેનથી પુછ્યા વગર નથી રહેવાતું, દિકરી અચાનક…આમ આવી તુ અમને તો સપનાં જેવુ લાગે તે જાણ કરી હોત તો…મમ્મી પપ્પા તમારી યાદ આવી મને હું શું ન આવી શકું?મને એ નથી સમજાતું કે તમે મને શકભરી નજરે કેમ જુઓ છો,તમે વિચારી રહ્યા છો એવું કંઈ જ નથી થયું.આટલુ કહી સંજના પોતાનો મત રજુ કરે છે.
        સંજનાથી કહેવાયા વગર ન રહેવાયું…. મમ્મી ત્રણ વર્ષમાં મેં તમને ખુબ યાદ કર્યા,પણ કામની ઘટમાળે મને નવરાશ ન આપી,ત્રણવર્ષમાં કેટલું બધું બદલાઈ ગયું.”
પણ પ્રણયની માસુમ છબી જોઈ ખુશીઓ ફરી માતમમાં બદલાઈ ગઈ.ઉર્જાએ પણ પોતાની જાતને મુશ્કેલથી સંભાળી હતી.પણ આંખના આંસુને કેવી રીતે રોકી શકે ડૂસકૂ ભરાઈ ગયું તો ઉર્જા જમ્યા વગર જ પોતાના રૂમમાં ચાલી ગઈ.
અંજનાબહેને સંજનાને ઠપકો આપતાં કહ્યું”દિકરા… શું… બોલે જાય છે… તારા બોલવાની સામે શું અસર પડશે એતો તું જો…વધુમાં કહે ખામખા મારી છોકરી ઉર્જાને રડાવી દીધી.ચાલ માફી માગ એની…”

સંજના ઉર્જાના રુમમાં બાલિશવર્તન બદલ માફી માંગવા જાય છે,પરંતુ ઉર્જા  કામમાં પરોવાયેલી હોય છે.તેને ધ્યાન પણ રહેતું નથી.સંજના તેના ભાભી ઉર્જાના રૂમમાં જાય છે.દરવાજો નોક કરી અંદર જાય છે.ચહેરાપર અપરાધીભાવ છલકાઈ રહ્યો છે,ઉર્જા સંજનાને પ્રેમથી શાંત પાડતાં કહે”એ…રડ નહીં સંજુ તે એવું તે કંઈ નથી કહ્યું ડિયર… માની લીધું કે તારા ભાઈની હયાતી નથી,પણ 
ભાભી એ આપણાં સૌના દિલમાં હજી જીવે છે ને….
પણ મને પણ એમની યાદ આવી ગઈ એટલે રડ્યા વગર ન રહેવાયું.
           “ચાલ બેટા રડવાનું બંધ કર હવે ચાલ એકવાર હસીને બતાવ….સંજના થી રડાઇ જાય છે,ભાભી હું રાખડી કોને બાધીશ રક્ષાબંધન આવે ને ભાઈની યાદ આવે મને હું કોઈને દુઃખ પહોંચે,ભાભી વિશ્વાસ કરો તમને દુઃખ પહોંચે એવો મારો કોઈ ઈરાદો નોહતો.પાછું ભાઈની યાદમાં રડાઈ ન જવાય માટે હું નોહતી આવતી.ભાભી હું…. એકલી થઈ ગઈ….”

       રડ નહીં સંજુ તબિયત ખરાબ થશે તારા ભાઈની યાદીમાં મને રડાવીશ કે શું…!તુ એ જણાવ કે તારુ ભણવાનું કેવું ચાલે છે…. તારા કોઈ મિત્રો બન્યા કે નહીં…

         સંજના ભયભીત અવાજે કહે”ભાભી મેં અહીં આવી અપરાધ કર્યો છે?

ઉર્જા તેના પ્રત્યુત્તરમાં કહે નહીં તો….

મમ્મી મને કેમ સતત પ્રશ્નો પુછે જાય છે?કે હું અચાનક કેમ આવી એમ મન થયું તો આવી ગઈ તમે જ કહો મેં કંઈ ગુનો તો નથી કર્યો ને….અહીં આવીને આટલું કહેતાની સાથે સંજનાનુ મોં વિલુ થઈ ગયું…

વધુમાં હવે આગળ….પ્રકરણ:23

આ પણ વાંચો..Intjaar part-7: કુણાલ બીજા દિવસે સવારે વહેલા જાગી ગયો અને તરત જ એને બધાનો બ્રેકફાસ્ટ બનાવી દીધો….

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *