જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જામ્યુકોની જગ્યામાં પાંચ હજાર ફૂટ નું દબાણ દૂર કરાયું

દબાણ હટાવ શાખાની ટુકડી દ્વારા બાંધકામ ને જમીનદોસ્ત કરી લોખંડ નો સામાન જપ્ત કરી લેવાયો રિપોર્ટ:જગત રાવલજામનગર ના હાપા માર્કેટિંગ યાર્ડની બાજુમાં જ જામનગર મહાનગર પાલિકાની જગ્યામાં અંદાજે પાંચેક હજાર … Read More

કોરોના મહામારીમાં પણ કેન્‍દ્ર સરકારે સામાન્‍ય જનતા પાસેથી બેંકોના માધ્‍યમથી કરોડો રૂપિયા વસુલ્‍યા:પરેશ ધાનાણી

• કોરોના મહામારીમાં પણ કેન્‍દ્ર સરકારે સામાન્‍ય જનતા પાસેથી બેંકોના માધ્‍યમથી કરોડો રૂપિયા વસુલ્‍યા.• છેલ્લા પાંચ વર્ષમાં રાષ્‍ટ્રીયકૃત બેંકોમાં થયેલા ગોટાળા-છેતરપીંડીમાં સામાન્‍ય અને મધ્‍યમ વર્ગની રૂ. 3,50,000 કરોડ જેટલી અધધ … Read More

આદુના આપણા જીવનમાં શું મહત્વ છે કેવી રીતે અને ક્યારે ઉપયોગમાં લેવાય જાણો આ ખાસ રિપોર્ટમાં

અનેકવિધ આરોગ્યલક્ષી સમસ્યાઓ સામે માનવજાતિને સુરક્ષાકવચ પુરૂ પાડતું “આદુ” ૧૫૦ થી વધુ જાતના આદુના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં બીજા સ્થાને અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૭ ઓગસ્ટ:સૃષ્ટિના સર્જનહારે મનુષ્ય જાતિના કલ્યાણ માટે વિભિન્ન રૂપોમાં … Read More

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ માહિતી વિભાગ મિડીયાના માધ્યમથી લોકજાગૃતિની ઉત્કૃષ્ઠ કામગીરી

લોકડાઉનથી અત્યાર સુધીની રાજકોટ માહિતી વિભાગના કર્મયોગીઓની કોરોના વોરીયર્સ તરિકેની પ્રસંશનીય કામગીરીને બિરદાવતા જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન રાજકોટ તા. ૨૭ ઓગસ્ટ : કોરોના મહામારીએ સમગ્ર દેશ અને દુનિયામાં ૨૧ મી સદીની … Read More

અમારા માટે તો તળાવ ઉંડુ કરવાનું કામ સ્વાર્થ સાથે પરમાર્થ બન્યુ:કિશોરભાઇ ગજેરા

મેઘમહેર થતાંની સાથે જ ભીમસર તળાવને શ્રમદાન દ્વારા ઉંડુ કરનાર શ્રમિકોનો પરસેવો પારસમણી બની છલકાયો લોકાડાઉનના સમય દરમિયાન મનરેગા હેઠળ રાજકોટ જિલ્લાના ૨૦ હજારથી વધુ ગ્રામિણોને મળી ૨.૯૫ લાખથી વધુ … Read More

કોરોના પછીની ન્યૂ નોર્મલ-નવી જનજીવન શૈલીથી વિકાસ કામો ને ગતિ આપવાની મુખ્યમંત્રીશ્રીની સંકલ્પબદ્ધતા

રાજ્યના શહેરી ક્ષેત્રોના વિકાસમાં અકલ્પનીય ગતિશીલતા સાથે કોરોના પછીની ન્યૂ નોર્મલ – નવી જનજીવન શૈલીથી વિકાસ કામો ને ગતિ આપવાની મુખ્યમંત્રીશ્રીની સંકલ્પબદ્ધતા……આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે મહત્વના ટુલ-ડી.પી-ટી.પી અંતર્ગત ૭ ટી.પી … Read More

પલસાણા તાલુકાકક્ષાનો ૭૧મો વનમહોત્સવ ઉજવાયો

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગ્લોબલ વોર્મિંગ સમસ્યાનું નિરાકરણ વૃક્ષોનું જતન અને સંવર્ધન છેઃ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સૂરતઃ ગુરૂવારઃ- ધરતી માતાને વૃક્ષની આચ્છાદિત કરવા માટે દર વર્ષની જેમ … Read More

સિવિલ ડિફેન્સ સુરત ડિવીઝનના વડા તરીકે કાનજીભાઈ ભાલાળા

સિવિલ ડિફેન્સ સુરત ડિવીઝનના વડા તરીકે કાનજીભાઈ ભાલાળા અને ડેપ્યુટી ચીફ વોર્ડન તરીકે વિજય છૈરાની નિયુક્તિ સુરત,ગુરૂવારઃ કુદરતી કે માનવસર્જીત આફતના સમયે લોકોના જાનમાલના રક્ષણ માટે કાર્યરત સિવિલ ડિફેન્સ (નાગરિક … Read More

સુરત શહેરના ૧૩ પોલીસ કર્મીઓનું પ્લાઝમા દાન

કાયદાનું કડક પાલન કરાવતા રક્ષકોની માનવતા સુરત શહેરના ૧૩ પોલીસ કર્મીઓનું પ્લાઝમા દાન સુરતઃગુરૂવારઃ-વૈશ્વિક કોરોના મહામારીનો માર્ચ-૨૦ માં સુરત શહેરમાં પ્રથમ કેસ નોંધાયો હતો. રાજય સરકારે કોવિડ-૧૯ સંક્રમણને રોકવા લોકડાઉનનો … Read More

લોકડાઉનના બીજા મહિનામાં ગુજરાતમાં જિયો, BSNLના ગ્રાહકો વધ્યા

જોકે, મે 2020માં ટેલિકોમ ઉદ્યોગે ગુજરાતમાં 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા અમદાવાદ,૨૭ઓગસ્ટ:કોવિડ 19 મહામારીના કારણે થયેલા લોકડાઉનમાં મે 2020ના અંત સુધીમાં ગુજરાતમાં ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા હતા. ધ ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ બુધવારે મે 2020ના મોબાઇલ સબસ્ક્રિપ્શનના આંકડાનો અહેવાલ જારી કર્યો હતો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં માત્ર જિયો અને BSNLએ ગ્રાહકોમાં વધારો નોંધાવ્યો હતો, જેમાં જિયોના 1.27 લાખ અને BSNLના 1547 ગ્રાહકોના વધારાનો સમાવેશ થાય છે. લોકડાઉન દરમિયાન એવું અનુભવાયું હતું કે રોટી, કપડા અને મકાન ઉપરાંત ડેટા પણ પાયાની જરૂરિયાત બની ગયો છે. તેમ છતાં એપ્રિલ 2020માં ગુજરાતમાં 6.68 કરોડ ગ્રાહકો ધરાવતાં ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા હતા અને મે 2020માં કુલ ગ્રાહકોની સંખ્યા 6.61 કરોડ રહી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, મોબાઇલ વપરાશકર્તાઓએ ખર્ચો બચાવવા માટે એકથી વધુ સીમ કાર્ડનો ઉપયોગ બંધ કર્યો હતો. અગાઉ કોલ્સ અને ડેટા પોસાય તેવા રહે તે માટે મોબાઇલ વપરાશકર્તાઓમાં એકથી વધુ સીમ કાર્ડ રાખવાનો ટ્રેન્ડ જોવા મળતો હતો. ખર્ચો ઘટાડવા માટે હવે મોબાઇલ ધારકો વધારાનું સીમ કાર્ડ કે મોબાઇલ નંબર રાખવાનું ટાળી રહ્યા છે. પોસાય તેવો હાઇસ્પીડ ડેટા પૂરો પાડવા માટે જાણીતા જિયોએ મે 2020ના મહિનામાં 1.27 લાખ ગ્રાહકોનો વધારો નોંધાવતાં ગુજરાતમાં તેના કુલ ગ્રાહકોની સંખ્યા 2.39 કરોડે પહોંચી છે, જે એપ્રિલ 2020માં 2.38 કરોડ હતી. એ જ રીતે સરકારી માલિકીની કંપની BSNLએ 1547 ગ્રાહકોનો વધારો નોંધાવતાં એપ્રિલ 2020ની સ્થિતિએ તેના કુલ ગ્રાહકોની સંખ્યા એપ્રિલ 2020માં 61.04 લાખ હતી તે મે 2020માં 61.05 થઈ છે. રાષ્ટ્રીય સ્તરે ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા ઘટીને મે મહિનામાં 116.36 કરોડ થઈ હતી, પરંતુ સર્વિસ પ્રોવાઇડર્સે પાછલા મહિનાની સરખામણીએ મે મહિનામાં ઓછો ઘટાડો નોંધાવ્યો હતો જે 57.6 લાખ ગ્રાહકોનો રહ્યો હતો. એપ્રિલ મહિનામાં ટેલિકોમ સબસ્ક્રાઇબર્સનો ઘટાડો 85.3 લાખનો હતો જ્યારે આખો દેશ સંપૂર્ણ લોકડાઉનમાં હતો અને કુલ ગ્રાહકોની સંખ્યા 116.94 કરોડ હતી. ગ્રાહકોમાં સૌથી મોટો ઘટાડો મોબાઇલ ટેલિફોની સેગમેન્ટમાં નોંધાયો હતો જેમાં મે મહિનામાં ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ સૌથી વધુ 47 લાખ મોબાઇલ ગ્રાહકો ગુમાવ્યા હતા. એરટેલ અને વોડાફોન આઇડિયાના કુલ વાયરલેસ ગ્રાહકોની સંખ્યા અનુક્રમે 31.7 કરોડ અને 30.9 કરોડ છે. આ સમયગાળા દરમિયાન જિયોએ તેના ગ્રાહકોમાં 36 લાખનો વધારો નોંધાવતાં તેના કુલ ગ્રાહકોની સંખ્યા દેશમાં સૌથી વધુ 39.2 કરોડે પહોંચી છે. સરકારી ટેલિકોમ કંપની BSNLએ બે લાખ નવા મોબાઇલ વપરાશકર્તાઓ ઉમેરતાં તેના ગ્રાહકોની સંખ્યા 11.9 કરોડે પહોંચી છે.