thumb

એક્ટ્રસે 5G networkને લાગૂ કરવા વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી, જેની સુનાવણી ચાલી રહી હતી અને શરૂ થયું જૂહીનું આ ગીત- વાંચો શું છે મામલો

બોલિવુડ ડેસ્ક, 03 જૂનઃ5G network: અભિનેત્રી જૂહી ચાવલાએ  5G વાયરલેસ નેટવર્ક(5G network)ને લાગૂ કરવા વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજી પર બુધવારે કોર્ટમાં સુનાવણી પૂરી થઈ ગઈ છે. દિલ્હી હાઈકોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. આ મામલાની સુનાવણી વર્ચ્યુઅલ રીતે થઈ હતી. સુનાવણી દરમિયાન જ્યારે જૂહી ચાવલા વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા તો સુનાવણીમાં સામેલ એક વ્યક્તિએ ગીત વગાડવાનું શરૂ કરી દીધું. વ્યક્તિએ લાલ લાલ હોઢો પર ગોરી કિસકા નામ હૈ…. ગીત શરૂ કર્યું. કોર્ટે તેને ગંભીરતાથી લેતા ગીત મ્યૂટ કરવાનું કહ્યું. પરંતુ તેમ છતાં તે વ્યક્તિ માન્યો નહીં. સુનાવણી દરમિયાન ફરી બીજુ ગીત શરૂ કર્યું. તેના વિરૂદ્ધ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા તે વ્યક્તિની ઓળખ કરી તેના વિરુદ્ધ અવમાનના નોટિસ જારી કરવાનું કહ્યું. કોર્ટે પોલીસને આ મામલામાં તે વ્યક્તિની જાણકારી મેળવી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. 

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, જૂહીએ આ અરજીમાં માંગ કરી છે કે 5જી વાયરલેટ નેટવર્ક(5G network)ને દેશમાં લાગૂ કરતા પહેલા તેની સાથે જોડાયેલા તમામ રિસર્ચ પર ધ્યાન આપવામાં આવે. નાગરિકો, જાનવરો અને વનસ્પતિઓ પર વિકિરણની ખરાબ અસરને આધાર ગણાવતા અભિનેત્રીએ 5જી ટેસ્ટિંગ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. 

5G network

સુનાવણી દરમિયાન વકીલ અમિત મહાજને કહ્યુ કે, અરજીની તત્કાલ સુનાવણીની માંગ કરવામાં આવી નથી. તેના પર કેન્દ્ર તરફથી SG તુષાર મેહતાએ કહ્યુ કે અરજી સુનાવણી યોગ્ય નથી. તેના પર કાર્યવાહીનું કોઈ કારણ નથી. જૂહીની સાથે આ મામલામાં બે અન્ય લોકોએ અરજી કરી છે. તેમાંથી એક તરફથી રજૂ થયેલા કપિલ સિબ્બલે કહ્યુ કે, 5જી (5G network) લોન્ચ કરવી સરકારની પોલિસી છે પરંતુ જો બંધારણની કલમ 14 કે અન્ય જોગવાઈઓનું ઉલ્લંઘન છે તો સરકારની નીતિને રદ્દ કરી શકાય છે. અને આ રિટ અરજી દ્વારા કરી શકાય છે.

આ પણ વાંચો….

Health care: “માણસનું ખુશહાલ જીવન એટલે સાયકલના બે પૈડા: તંદુરસ્ત તન અને મન- ડો.પારસ જોષી