67th Filmfare Awards

67th Filmfare Awards: ફિલ્મફેર અવોર્ડ્સમાં આ ફિલ્મે મચાવી ધૂમ, અવોર્ડ સમારોહને રણવીર સિંહ અને અર્જૂન કપૂરે હોસ્ટ કર્યો

67th Filmfare Awards: બોલીવુડ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા અવોર્ડ ફંક્શન 67માં ફિલ્મફેર એવોર્ડમાં કોણે બાજી મારી તેની યાદી આવી

મનોરંજન ડેસ્ક, 31 ઓગષ્ટઃ 67th Filmfare Awards: જે અવોર્ડની લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે પળ આખરે આવી ગઈ. મંગળવારે મોડી રાતે ફિલ્મફેર અવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું. મુંબઈમાં આયોજિત આ અવોર્ડ સમારોહને રણવીર સિંહ અને અર્જૂન કપૂરે હોસ્ટ કર્યો.

બોલીવુડ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા અવોર્ડ ફંક્શન 67માં ફિલ્મફેર એવોર્ડમાં કોણે બાજી મારી તેની યાદી આવી ગઈ છે. આ વખતે અવોર્ડ મેળવવામાં એક એવી હસીનાએ બાજી મારી છે જેનું નામ જાણીને તમે પણ દંગ રહી જશો. 

આ પણ વાંચોઃ Accident in nadiad ganesh pandal: નડિયાદના ગણેશ પંડાલમાં ત્રણ યુવાનોને કરંટ લાગતા બેના મોત

વિજેતાઓની યાદી

  • બેસ્ટ એક્ટર ઈન એ લિડિંગ રોલ (મેલ) – રણવીર સિંહ (83)
  • બેસ્ટ એક્ટર ઈન એ લિડિંગ રોલ (ફિમેલ) – કૃતિ સેનન (મિમી)
  • બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) – વિક્કી કૌશલ (સરદાર ઉધમ)
  • બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ)- વિદ્યા બાલન (શેરની)
  • બેસ્ટ ડાઈરેક્ટર – વિષ્ણુ વર્ધન (શેરશાહ)
  • બેસ્ટ ફિલ્મ- શેરશાહ
  • બેસ્ટ પોપ્યુલર ફિલ્મ – શેરશાહ
  • બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ)- સરદાર ઉધમ
  • બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (મેલ) – પંકજ ત્રિપાઠી (મિમી)
  • બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (ફિમેલ)- સાઈ તમહાન્કર (મિમી)
  • બેસ્ટ ડાઈલોગ્સ- દિબાકર બેનર્જી અને વરુણ ગ્રોવર (સંદીપ અને પિંકી ફરાર)
  • બેસ્ટ સ્ક્રિનપ્લે- શુભેન્દુ ભટ્ટાચાર્ય અને રિતેશ શાહ (સરદાર ઉધમ)
  • બેસ્ટ વીએફએક્સ- સરદાર ઉધમ
  • બેસ્ટ કોસ્ચ્યુમ – સરદાર ઉધમ
  • બેકગ્રાઉન્ડ સ્કોર- સરદાર ઉધમ
  • બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન- સરદાર ઉધમ
  • બેસ્ટ સોંગ- લહરા દો (83)
  • બેસ્ટ પ્લેબેક સિંગર- બી પ્રાક (ફિલ્મ શેરશાહ)
  • બેસ્ટ સ્ટોરી- ચંડીગઢ કરે આશિકી
  • બેસ્ટ ડેબ્યુ એક્ટર (મેલ)- અરહાન ભટ (99 સોંગ્સ)
  • બેસ્ટ ડેબ્યુ ફીમેલ- શરવરી વાઘ (બંટી ઔર બબલી 2)
  • બેસ્ટ ડેબ્યૂ ડાઈરેક્ટર – સીમા પહવા (રામ પ્રસાદ કી તેરહવી)

સુભાષ ઘાઈને મળ્યો લાઈફટાઈમ અચીવમેન્ટ્સ અવોર્ડ
90 ના દાયકાના જાણીતા ડાઈરેક્ટર સુભાષ ઘાઈને લાઈફટાઈમ અચીવમેન્ટ્સ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સુભાષ ઘાઈએ એકથી એક ચડિયાતી ફિલ્મો બનાવી છે. કર્જ, કર્મા, પરદેશ, સૌદાગર, ખલનાયક જેવી ફિલ્મો તેમણે આપી છે.

આ પણ વાંચોઃ Attack on AAP Leader Manoj sorathiya: આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો

Gujarati banner 01