Anupam Kher

મોદી સરકારની ટીકા કરનારને ભાજપ સાંસદના પતિ(anupam kher)એ આપ્યો આવો જવાબ..

અનુપમ ખેર(anupam kher) કહે છે-મહામારીમાં કંઇપણ થાય આયેગા તો મોદી હી…!

મુંબઇ, 26 એપ્રિલઃ દેશમાં મહામારી સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે અને છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 3 લાખ કરતા પણ વધારે નવા સંક્રમિતો મળી રહ્યા છે. દરરોજ 2,000 કરતા પણ વધારે લોકોના મોત થઈ રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોએ મોદી સરકારની ટીકા કરવાનું ચાલુ કરી દીધું છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય યુઝર્સ સુધીના લોકો મોદી સરકારની ટીકા કરી રહ્યા છે. ત્યારે બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર(anupam kher) ફરી એક વખત ખુલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવ્યા છે. એક ટ્વીટના જવાબમાં અનુપમ ખેરે કહ્યું હતું કે- ગભરાશો નહીં. આવશે તો મોદી જ…!

હકીકતમાં જ્યારથી દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારથી સોશિયલ મીડિયા પર મોદી સરકારની ટીકા શરૂ થઈ ગઈ છે. આવી જ એક ઘટના રવિવારે પણ બની હતી. જેમાં જાણીતા વરિષ્ઠ પત્રકાર શેખર ગુપ્તાએ ટ્વીટ કરીને મોદી સરકારની આકરી ટીકો કરીને કહ્યું હતું કે તેમણે તેમના જીવનમાં આવી ભયાનકતા ક્યારેય જોઇ નથી. મોદી સરકાર નિષ્ફળ ગઇ છે, કોઇ કન્ટ્રોલ રૂમ નથી અને લોકો બિચારા લાચાર બની ગયા છે. તેમની આ ટીકાથી અનુપમ ખેર(anupam kher)થી રહેવાયું નહીં એટલે તેમણે તે ટ્વીટનો જવાબ આપી દીધો હતો.

Whatsapp Join Banner Guj

જે ટ્વીટમાં ગુપ્તા દ્વારા સરકારની ટીકા કરવામાં આવી હતી જેના જવાબમાં અનુપમ ખેરે(anupam kher) લખ્યું હતું કે, “આદરણીય. આ કશુંક વધારે જ થઈ ગયું. તમારા સ્ટાન્ડર્ડથી પણ. કોરોના એક વિપદા છે. સમગ્ર વિશ્વ માટે. આપણે પહેલા કદી આ મહામારીનો સામનો નથી કર્યો. સરકારની ટીકા જરૂરી છે. તેના પર દોષારોપણ કરો. પરંતુ તેનો સામનો કરવો આપણા બધાની પણ જવાબદારી છે. જો કે, ગભરાશો નહીં. આવશે તો મોદી જ!! જય હો!”

anupam kher

આના પહેલા પણ અનેક પ્રસંગે અનુપમ ખેર(anupam kher) વડાપ્રધાનનો બચાવ કરતા જોવા મળેલા છે. વડાપ્રધાન મોદી અને અનુપમ ખેર(anupam kher) વચ્ચેના સંબંધો ખૂબ જ સારા છે. જુલાઈ 2019માં વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ અનુપમ ખેરે લખ્યું હતું કે, પીએમ મોદી તેમના માટે ઉર્જાનો સ્ત્રોત છે. તાજેતરમાં જ અનુપમ ખેરનું એક પુસ્તક રીલિઝ થયું હતું ‘યોર બેસ્ટ ડે ઈઝ ટુડે’. વડાપ્રધાન મોદીએ પણ આ પુસ્તકના વખાણ કર્યા હતા. અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખુલીને ભાજપનું સમર્થન કરે છે. તેમના પત્ની કિરણ ખેર ચંદીગઢથી ભાજપના સાંસદ પણ છે.

આ પણ વાંચો…

આજે હાટકેશ્વર જયંતીઃ જાણો શ્રી હાટકેશ્વર(hatkeshvar) શિવલિંગ રૂપ મહાદેવના મહત્વ વિશે…