Aryan Khan involved in drug party

Aryan Khan involved in drug party: ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં કિંગ ખાનનો દિકરો પણ હતો સામેલ, NCBની પૂછપરછમાં કર્યો આ ખુલાસો- વાંચો આ મોટા સમાચાર

Aryan Khan involved in drug party: શનિવારે મબંઈમાં કોર્ડેલા ધ ઈમ્પ્રેસનામની એક ક્રૂઝ પર અચાનક દરોડા પાડ્યા હતા, આ ક્રૂઝ પર પાર્ટી ચાલી રહી હતી જેમાં શાહરુખ ખાનનો દિકરો પણ સામેલ હતો

બોલિવુડ ડેસ્ક, 03 ઓક્ટોબરઃ Aryan Khan involved in drug party: દેશની આર્થિક રાજધાની મુંબઈમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો(Narcotics Control Bureau)એ શનિવારે મબંઈમાં કોર્ડેલા ધ ઈમ્પ્રેસનામની એક ક્રૂઝ પર અચાનક દરોડા પાડ્યા હતા, આ ક્રૂઝ પર પાર્ટી ચાલી રહી હતી. NCBને ખાનગી બાતમી મળી હતી, અને તે બાતમીના આધારે ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા.

મુંબઇમાં એક શિપમાં ડ્રગ્સ પાર્ટી થઇ રહી હતી, જે વચ્ચે એનસીબીની ટીમે દરોડા પાડ્યા. પાર્ટીમાં બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનનું પણ નામ સામે આવ્યું છે. તેની એનસીબીની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે 8 લોકોની આ કેસમાં ઘરપકડ કરવામાં આવી છે. સમુદ્ર વચ્ચે ચાલી રહેલી આ ડ્રગ્સ પાર્ટી પર રેડ પાડીને એનસીબીએ તહેલકો મચાવી દીધો છે. સમુદ્રમાં એનસીબીનું આ અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશ છે. આ કાર્યવાહીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકી લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. શાહરૂખના દિકરા(Aryan Khan involved in drug party)ની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

પૂછપરછમાં બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્રે જણાવ્યું કે તેને મહેમાન રૂપે આમંત્રણ આપવામાં આવ્યુ, અને પાર્ટીમાં શામેલ થવા માટે કોઈ રૂપિયા આપ્યા નથી. NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે જણાવ્યું કે આર્યનની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ Vaccination Update: ભારતમાં વેક્સીનેશનનો આંકડો 90 કરોડને પાર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી માહિતી

NCBની પૂછપરછમાં આર્યને એપણ દાવો કર્યો છે કે તે પાર્ટીમાં તેના નામ પર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ક્રૂઝની અંદર ચાલી રહેલી એક પાર્ટીનો વીડિયો પણ NCBના હાથે લાગ્યો છે. જેમાં આર્યન દેખાઈ રહ્યો છે. આર્યને પાર્ટી દરમ્યાન સફેદ ટીશર્ટ, બ્લૂ જીન્સ, રેડ ઓપન શર્ટ અને કેપ પહેરી હતી. NCBની સાથે જોડાયેલા એક સૂત્ર પાસેથી જાણવામાં મળ્યું છે કે જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમની પાસે રોલિંગ પેપર પણ મળી આવ્યા છે.

બાતમીના આધારે NCBના અધિકારીઓએ રેડ પાડી હતી, અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કે ક્રૂઝ પાર્ટીમાં પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું. અને ડ્રગ્સ જપ્ત કરવાની સાથે 10 લોકોની ધરપકડ પણ કરી હતી. મળતી માહિતી મુજબ જે લોકોની ધરપકડ કરી છે તેમાં એક બોલિવુડના ખ્યાતનામ અભિનેતાનો પણ પુત્ર(Aryan Khan involved in drug party) પણ શામેલ છે.

ટ્વિટ મુજબ, “નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઈમાં ક્રૂઝ પર આયોજિત પાર્ટીમાં દરોડા દરમિયાન ઓછામાં ઓછા 10 લોકોની અટકાયત કરી છે.” કહેવામાં આવી રહ્યું છે કે NCB ની ટીમે ક્રૂઝ પર ચાલતી ડ્રગ્સ પાર્ટી પર દરોડા દરમિયાન હશીશ, કોકેન અને MD જેવી પ્રતિબંધિત નશીલા ડ્રગ્સને જપ્ત કર્યું છે.

આ ડ્રગ્સ પાર્ટીના ઓર્ગેનાઈઝરને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ દિલ્હીની એક કંપની Namascray Experienceએ આ પાર્ટીનું આયોજન કર્યું હતું, બીજી તરફ ટીકીટનો ભાવ 80 હજાર રૂપિયા રાખવામાં આવ્યો હતો. આ પાર્ટી આજથી શરૂ થઈને 4 ઓક્ટોમ્બરના રોજ પૂરી થઈને મુંબઈ પરત ફરવાની હતી શિપ. હેરાનીએ વાત છે કે કેટલાક લોકો પાસેથી તો 82 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા, પરંતુ તેમને આ શિપ પર જવાની તક મળી નહોતી.

Whatsapp Join Banner Guj