Corona Vaccine e1623655653706

Vaccination Update: ભારતમાં વેક્સીનેશનનો આંકડો 90 કરોડને પાર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી માહિતી

Vaccination Update: આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, રસીના 5.28 કરોડથી વધુ ડોઝ હજુ પણ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ થયો નથી

નવી દિલ્હી, 03 ઓક્ટોબરઃ Vaccination Update: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ -19 રસીના 88.14 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રએ આ ડોઝ વિના મૂલ્યે અને રાજ્યોની સીધી ખરીદી દ્વારા આપ્યા હતા.

આ દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે ભારતે 90 કરોડ COVID19 વેક્સીનેશન લેંડમાર્કને પાર કર્યો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, રસીના 5.28 કરોડથી વધુ ડોઝ હજુ પણ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ થયો નથી.

આ પણ વાંચોઃ Don’t eat these things with curd: દહીં સાથે ભૂલથી પણ ન ખાવી આ વસ્તુઓ, હેલ્થ માટે છે હાનિકારક

અગાઉ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માહિતી આપી હતી કે આજે છેલ્લા 24 કલાકમાં 69 લાખ 33 હજાર 838 રસીઓ આપવામાં આવી છે. દરરોજ સરેરાશ 60 લાખ રસીઓ આપવામાં આવે છે. મંત્રાલયે કહ્યું કે આજે સવારે 7 વાગ્યા સુધી કુલ 89 કરોડ 74 લાખ 81 હજાર 554 કોવિડ રસી આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાક દરમિયાન 25 હજાર 455 દર્દીઓ ચેપમુક્ત થયા છે. અત્યાર સુધીમાં ત્રણ કરોડ 30 લાખ 68 હજાર 599 લોકો સ્વસ્થ બન્યા છે. રિકવરી રેટ 97.86 ટકા છે. જોકે, બપોર સુધીમાં આ આંકડો 90 કરોડને પાર કરી ગયો હતો

Whatsapp Join Banner Guj