Gandhinagar election

Gandhinagar election: આજે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી, 11 વોર્ડમાં 44 બેઠકો માટે 284 મતદાન મથકો પર મતદાન શરૂ

Gandhinagar election: સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન

ગાંધીનગર, 03 ઓક્ટોબરઃ Gandhinagar election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આજે યોજાઈ રહી છે. મતદાન શરૂ થયું છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. તમામ 11 વોર્ડમાં 44 બેઠકો માટે 284 મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે. તમામ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 69 જેટલા મતદાન મથક સંવેદનશીલ છે. જ્યારે 34 અતિસંવેદનશીલ મથક છે.

11 વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોના કુલ 154 ઉમેદવારો વચ્ચે જંગ છે. કુલ 2 લાખ 82 હજાર 988 મતદારો 154 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.

આ પણ વાંચોઃ Aryan Khan involved in drug party: ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં કિંગ ખાનનો દિકરો પણ હતો સામેલ, NCBની પૂછપરછમાં કર્યો આ ખુલાસો- વાંચો આ મોટા સમાચાર

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ હવે મતદારો કોના પર કળશ ઢોળશે તેના પર તમામ પક્ષના ઉમેદવારોનું ભાવી નક્કી થશે.

ભાજપના 44, કોંગ્રેસના 44 અને આમ આદમી પાર્ટીએ 40 ઉમેદવારોને ચૂંટણી મેદાનામાં ઉતાર્યા છે. તો બહુજનસમાજ પાર્ટીના 15, એનસીપીના એક અને અપક્ષ 10 ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે. સૌથી 19 ઉમેદવાર વોર્ડ નંબર-8માં છે. જ્યારે સૌથી ઓછા 11 ઉમેદવાર વોર્ડ નંબર-5માં છે

Whatsapp Join Banner Guj