Counseling of Aryan

Aryan Khan released: જુહી ચાવલાએ આર્યનના જામીન બોન્ડ પર સાઇન કર્યા, છતા આજની રાત જેલમાં રહશે શાહરુખનો દિકરો- આ છે કારણ ?

Aryan Khan released: વકીલ સતીશ માનશિંદે પોતે સેશન્સ કોર્ટમાંથી જામીનના કાગળો લઈને આર્થર રોડ જેલ જવા રવાના થયા હતા, પરંતુ પહોંચવામાં તેમને વિલંબ થયો હતો. આર્થર રોડ જેલ પ્રશાસનનું કહેવું છે કે, આર્યન ખાનને હવે આવતીકાલે સવારે મુક્ત કરવામાં આવશે

બોલિવુડ ડેસ્ક, 29 ઓક્ટોબરઃ Aryan Khan released: આર્યન ખાન આજે જેલમાંથી બહાર આવી શકશે નહીં. મુંબઈની આર્થર રોડ જેલના અધિકારીઓએ જણાવ્યું કે, હવે તેને આવતીકાલે જેલમાંથી મુક્ત કરવામાં આવશે. જામીનનો હુકમ સમયસર જેલમાં પહોંચ્યો ન હતો. જેના કારણે તેની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. ક્રુઝ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે આર્યન સહિત ત્રણ આરોપીઓને જામીન આપ્યા હતા.

શુક્રવારે આર્યન ખાનને મુક્ત(Aryan Khan released) કરવા માટે બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાએ સેશન્સ કોર્ટમાં પહોંચ્યા બાદ આર્યનના જામીન બોન્ડ પર હસ્તાક્ષર કર્યા હતા. વકીલ સતીશ માનશિંદે પોતે સેશન્સ કોર્ટમાંથી જામીનના કાગળો લઈને આર્થર રોડ જેલ જવા રવાના થયા હતા, પરંતુ પહોંચવામાં તેમને વિલંબ થયો હતો. આર્થર રોડ જેલ પ્રશાસનનું કહેવું છે કે, આર્યન ખાનને હવે આવતીકાલે સવારે મુક્ત કરવામાં આવશે

બોમ્બે હાઈકોર્ટે આર્યનની મુક્તિ માટે 14 શરતો મૂકી છે. હાઈકોર્ટ દ્વારા નક્કી કરાયેલી શરતો અનુસાર આર્યન અને અન્ય બંનેએ તેમના પાસપોર્ટ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં જમા કરાવવા પડશે અને તેઓ સ્પેશિયલ કોર્ટની પરવાનગી લીધા વિના ભારત છોડશે નહીં. તેણે દર શુક્રવારે NCB ઓફિસમાં પોતાની હાજરી નોંધાવવા માટે આવવું પડશે. જસ્ટિસ એન ડબલ્યુ સાંબ્રેએ શુક્રવારે બપોરે ઑપરેટિવ ઓર્ડરની નકલ પર હસ્તાક્ષર કર્યા હતા. આનાથી આર્યન ખાનના વકીલોને સાંજ સુધીમાં મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાંથી મુક્ત કરવામાં મદદ મળશે.

આ પણ વાંચોઃ Puneeth Rajkumar: સાઉથ ઇન્ડિયન ફિલ્મોના આ જાણીતા અભિનેતાનું થયુ નિધન, હોસ્પિટલની બહાર ઉમટી ભીડ- રાજ્યમાં અપાઈ જાહેર રજા

જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેની સિંગલ બેન્ચે ગુરુવારે આર્યન ખાનને જામીન આપ્યા હતા. મુંબઈના દરિયાકાંઠે એક ક્રુઝ શિપ પર દરોડા દરમિયાન ધરપકડ કરવામાં આવ્યાના 25 દિવસ બાદ તેને જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, તે જામીનની શરતો અને જામીનની રકમ પર શુક્રવારે પોતાનો આદેશ આપશે. કોર્ટે કહ્યું કે, જો ત્રણેયમાં કોઈપણ શરતોનું ઉલ્લંઘન કરે છે, તો NCB તેમના જામીન રદ કરવા માટે સીધા જ વિશેષ કોર્ટમાં અરજી કરશે. આરોપી વ્યક્તિગત રીતે કે અન્ય કોઈપણ માધ્યમથી સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કે પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ કરશે નહીં.

શરત મુજબ, આર્યન ખાન મુંબઈ છોડતા પહેલા NCBને જાણ કરશે અને તેની મુસાફરી વિશે માહિતી આપશે. કોર્ટે કહ્યું કે, આર્યન ખાન, મર્ચન્ટ અને ધામેચા આવી કોઈ પ્રવૃત્તિ નહીં કરે જેના આધારે તેમની સામે NDPS એક્ટ હેઠળ ગુના માટે હાલનો કેસ નોંધવામાં આવે. હાઈકોર્ટે કહ્યું કે, આ ત્રણેય કેસના કોઈપણ સહ-આરોપી સાથે અથવા આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અન્ય કોઈપણ સાથે કોઈ સંપર્ક સ્થાપિત કરશે નહીં.

Whatsapp Join Banner Guj