aryan khan arrest

Aryan khan taking drugs: શાહરૂખ ખાનનો દિકરો NCBની હિરાસતમાં, ડ્રગ્સ લીધા હોવાની વાત સ્વીકારી લીધી- વાંચો વિગત

Aryan khan taking drugs: પૂછપરછ દરમિયાન આર્યન ખાને સ્વીકાર્યુ કે તે આ પાર્ટીનો હિસ્સો હતો. તેણે તે પણ સ્વીકાર્યુ કે તેનાથી ભૂલ થઇ છે.

બોલિવુડ ડેસ્ક, 03 ઓક્ટોબરઃ Aryan khan taking drugs: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (NCB)એ મંબઇથી ગોવા જઇ રહેલી એક ક્રૂઝમાં શનિવારે સાંજે રેડ પાડીને ડ્રગ્સ પાર્ટી કરી રહેલા 12 લોકોની ધરપકડ કરી લીધી છે, જેમાં 9 પુરુષ અને 3 મહિલાઓ સામેલ છે. તેમાં સૌથી મોટુ નામ શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનનું છે, જેની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. NCBના સૂત્રોએ જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન આર્યન ખાને સ્વીકાર્યુ કે તે આ પાર્ટીનો હિસ્સો હતો. તેણે તે પણ સ્વીકાર્યુ કે તેનાથી ભૂલ થઇ છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર આર્યને તેમ પણ સ્વીકાર્યુ છે કે તેણે શોખના કારણે ડ્રગ્સનું સેવન કર્યુ હતું. સાથે જ સૂત્રોએ તેમ પણ જણાવ્યું કે સુપર સ્ટાર શાહરૂખ ખાને પોતાના દિકરાની ધરપકડને લઇને જાણીતા વકીલ સતીશ માનશિંદેનો સંપર્ક કર્યો છે. જેની ટીમ હાલ NCB ઓફિસમાં હાજર છે. જો કે આ વિશે હાલ NCB અને શાહરૂખ ખાન તરફથી કોઇ સત્તવાર નિવેદન સામે આવ્યું નથી.

NCBના સૂત્રોએ જણાવ્યું કે, શરૂઆતની પૂછપરછમાં અભિનેતાના દિકરાએ જણાવ્યું હતું કે તેને ક્રૂઝ પર ફક્ત VIP ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો. તેને તે વાતની કોઇ જાણ ન હતી કે ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી થવાની છે. સૂત્રોએ જણાવ્યું કે, આર્યને તે પણ જણાવ્યું કે ક્રૂઝ પર જવા માટે તેની પાસેથી કોઇપણ પ્રકારની ફીસ લેવામાં નથી આવી અને તેણે પાર્ટીનો ફક્ત ચહેરો બનાવવામાં આવ્યો હતો. જો કે તે બાદ NCB અધિકારીઓએ તેનો મોબાઇલ ફોન જપ્ત કરી લીધો હતો. જેમાં ડ્રગ્સ ચેટ્સ મળ્યા. સૂત્રોએ જણાવ્યા અનુસાર, આ ચેટ્સને લઇને જ્યારે સખત વલણ અપનાવ્યું તો તેણે શોખના કારણે ડ્રગ્સ લેવાની વાત સ્વીકારી લીધી.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, આ પાર્ટીમાં સામેલ થવા માટે 80 હજાર રૂપિયા સુધી ફીસ લેવામાં આવી હતી. NCBના સૂત્રો અનુસાર અભિનેતાના દિકરા પાસે પણ કેટલાંક ડ્રગ્સ મળી આવ્યા છે. NCBની ટીમ હવે અભિનેતાના દિકરા દ્વારા આપવામાં આવેલા નિવેદનને વેરિફાય કરી રહી છે.

આ પણ વાંચોઃ Gandhinagar election update:વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા પણ મતદાન કરવા પહોંચ્યા

NCBની પૂછપરછમાં આર્યને એપણ દાવો કર્યો છે કે તે પાર્ટીમાં તેના નામ પર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ક્રૂઝની અંદર ચાલી રહેલી એક પાર્ટીનો વીડિયો પણ NCBના હાથે લાગ્યો છે. જેમાં આર્યન દેખાઈ રહ્યો છે. આર્યને પાર્ટી દરમ્યાન સફેદ ટીશર્ટ, બ્લૂ જીન્સ, રેડ ઓપન શર્ટ અને કેપ પહેરી હતી. NCBની સાથે જોડાયેલા એક સૂત્ર પાસેથી જાણવામાં મળ્યું છે કે જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમની પાસે રોલિંગ પેપર પણ મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બાતમીના આધારે NCBના અધિકારીઓએ રેડ પાડી હતી, અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કે ક્રૂઝ પાર્ટીમાં પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું. અને ડ્રગ્સ જપ્ત કરવાની સાથે 10 લોકોની ધરપકડ પણ કરી હતી. મળતી માહિતી મુજબ જે લોકોની ધરપકડ કરી છે તેમાં એક બોલિવુડના ખ્યાતનામ અભિનેતાનો પણ પુત્ર પણ શામેલ છે.

Whatsapp Join Banner Guj