Mamata

Bhabanipur vidhansabha election Didi win: ભવાનીપુર પેટાચૂંટણીમાં મમતા બેનરજીનો રેકોર્ડબ્રેક 58832 મતે શાનદાર વિજય

Bhabanipur vidhansabha election Didi win: મમતા બેનરજીના ભાઈએ કહ્યુ હતુ કે, રાજ્યમાં ટીએમસીનો કોઈ વિકલ્પ નથી અને હવે 2024માં દિલ્હીમાં પણ અમે સરકાર બનાવીશું.

નવી દિલ્હી, 03 ઓક્ટોબરઃ Bhabanipur vidhansabha election Didi win: પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભવાનીપુરની હાઈપ્રોફાઈલ બેઠક પર મમતા બેનરજીએ 58832 મતથી ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલ સામે રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે.

આમ તો ચોથા પાંચમા રાઉન્ડની ગણતરી બાદ જ નક્કી થઈ ગયુ હતુ કે, મમતા બેનરજીની જીત નિશ્ચિત છે પણ મતગણતરી બાદ તેઓ કેટલા મતથી જીતે છે તેની રાહ જોવાતી હતી.અપેક્ષા પ્રમાણે જ ટીએમસીએ અહીંયા ભાજપના સૂપડા સાફ કરી નાંખ્યા છે.

આ પણ વાંચોઃ Aryan khan taking drugs: શાહરૂખ ખાનનો દિકરો NCBની હિરાસતમાં, ડ્રગ્સ લીધા હોવાની વાત સ્વીકારી લીધી- વાંચો વિગત

મમતા બેનરજીને સીએમ પદે રહેવા માટે આ ચૂંટણી જીતવી જરુરી હતી અને તેના કારણે આ બેઠક તેમના માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ હતી.મમતા બેનરજીની જીતની ટીએમસીના કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરી હતી.

મમતા બેનરજીને કુલ 84000 કરતા વધારે મત મળ્યા છે જ્યારે ભાજપની પ્રિયંકા ટિબરેવાલને 26000 ઉપરાંત મત મળ્યા છે. મમતા બેનરજીના ભાઈએ કહ્યુ હતુ કે, રાજ્યમાં ટીએમસીનો કોઈ વિકલ્પ નથી અને હવે 2024માં દિલ્હીમાં પણ અમે સરકાર બનાવીશું.

Whatsapp Join Banner Guj