Balvinder safri death

Balvinder safri death: પંજાબી સિંગર બલવિંદર સફરીનું નિધન, કોમામાંથી બહાર આવ્યા બાદ લીધા છેલ્લા શ્વાસ

Balvinder safri death: પંજાબમાં જન્મેલા સિંગર બલવિંદર સફરીને લોકો ‘ભાંગડા સ્ટાર’ના નામથી ઓળખતા હતા

મનોરંજન ડેસ્ક, 27 જુલાઇઃ Balvinder safri death: પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એકવાર દુઃખદ સમાચાર આવ્યા છે. ભાંગડા સ્ટાર સિંગર બલવિંદર સફરીનું 63 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમના પરિવારે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. પંજાબમાં જન્મેલા સિંગર બલવિંદર સફરીને લોકો ‘ભાંગડા સ્ટાર’ના નામથી ઓળખતા હતા. તેમણે વર્ષ 1990માં સફારી બોયઝ બેન્ડની રચના કરી હતી.

બલવિંદર સફરીએ પોતાના ગીતોથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. ‘વે પાંવ ભાંગડા’, ‘ચાન મેરે મખ્ના’, ‘યાર લંગડે’ જેવા પંજાબી ગીતો હંમેશા તેમના ચાહકોના દિલમાં રહેશે. બલવિંદર પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું. તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘણા ચાહકો સાથે સેલેબ્સે સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

આ પણ વાંચોઃ Aadhaar FaceRD: આધાર કાર્ડનું નવુ ફીચર, હવે ચહેરાથી કરી શકશો આ કામ-વાંચો, શું થશે ફાયદો ?

બલવિંદર સફરી લાંબા સમયથી બીમારી સામે લડી રહ્યા હતા. એપ્રિલમાં તેમને હૃદયની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ બાદ તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી.

જોકે, સર્જરી બાદ તેમને બીજી કેટલીક તકલીફો થવા લાગી હતી અને તેથી તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન બાદ તેઓ કોમામાં ચાલ્યા ગયા હતા. આ દરમિયાન કરાયેલા સીટી સ્કેનમાં પણ બ્રેમ હેમરેજ જોવા મળ્યું હતું. તેમને 86 દિવસ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ હાલમાં રજા પણ આપવામાં આવી હતી પરંતુ કોમામાંથી બહાર આવ્યા બાદ તેઓ જીવનની લડાઈ સામે હારી ગયા હતા.

આ પણ વાંચોઃ Tiger disha breakup: છ વર્ષના ડેટિંગ બાદ ટાઇગર શ્રોફ અને દિશા પટનીએ થયુ બ્રેકઅપ, વાંચો વિગત

Gujarati banner 01