Botad Poisoned Liquor Case

Alcohol party in Valsad: વલસાડમાં દારૂની મહેફિલ કરી રહેલા 4 પોલીસકર્મીઓ સહિત 19 વ્યક્તિઓની ધરપકડ

Alcohol party in Valsad: મોંઘાભાવનો વિદેશી દારૂનો જથ્થો અને 5 કાર અને 2 બાઇકને સીઝ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલી રહી છે

વલસાડ, 27 જુલાઇઃ Alcohol party in Valsad: રાજ્યમાં દેશી દારૂનો લઈને લઠ્ઠા કાંડ ચર્ચાનો વિષય બન્યો છે. બોટાદના રોજીદમાં કેમિકલ કાંડ બાદ ગુજરાતમાં 41 લોકોના મોત થયા હતા. આ લઠ્ઠાકાંડથી 117 લોકો સારવાર હેઠળ છે. ત્યારે કાંડ પછી ગુજરાત પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. 

આ વચ્ચે એક બીજી ઘટના સામે આવી છે. વલસાડમાં SPને મળેલી બાતમીના આધારે પોલીસે એક દારૂની પાર્ટી પર દરોડા પાડીને 19 લોકોને રંગેહાથ પકડ્યા છે.

અડધી રાત્રે વલસાડ જીલ્લાના પોલીસ પ્રમુખ ડૉ રાજદીપ સિંહ ઝાલાએ વલસાડની પાસે અતુલની એક સોસાયટીના એક ઘરમાં દરોડા પાડ્યા હતા. નવાઇની વાત એ છે કે, આ દારૂની મહેફિલમાં પોલીસ ખૂદ પણ મહેફિલમાં સામિલ હતી. 

નાનાપોઢાના PSI તેના મિત્રના બંગ્લામાં 3 કોસ્ટબલ સહિત 19 ઇસમો સાથે દારૂની મહેફિલ કરી રહ્યાં હતા. આ સાથે જ મોંઘાભાવનો વિદેશી દારૂનો જથ્થો અને 5 કાર અને 2 બાઇકને સીઝ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલી રહી છે. 

આ પણ વાંચોઃ Balvinder safri death: પંજાબી સિંગર બલવિંદર સફરીનું નિધન, કોમામાંથી બહાર આવ્યા બાદ લીધા છેલ્લા શ્વાસ

આ પણ વાંચોઃ Aadhaar FaceRD: આધાર કાર્ડનું નવુ ફીચર, હવે ચહેરાથી કરી શકશો આ કામ-વાંચો, શું થશે ફાયદો ?

Gujarati banner 01