Kiran Kher is suffering from blood cancer

બોલિવુડની આ એક્ટ્રેસ અને બીજેપીની સાંસદને બ્લડ કેન્સર(blood cancer), હાલ મુંબઈ ખાતે સારવાર હેઠળ

blood cancer

બોલિવુડ ડેસ્ક, 02 એપ્રિલઃ બૉલિવુડ એક્ટ્રેસ અને વધુ એક ભારતીય જનતા પાર્ટીની સાંસદ કિરણ ખેરને લઇ ખબર છે કે તેઓ મલ્ટીપલ માઈલોમાં, જે એક પ્રકારનું બ્લડ કેન્સર(blood cancer) છે તેનાથી પીડિત છે, જણાવવામાં આવી રહ્યું છે કે કિરણ ખેર મુંબઈમાં સારવાર કરાવી રહી છે. કિરણ ખેરની સાથે બીજેબી ચંદીગઢના મેમ્બર અરુણ સુદે બુધવારે એક સ્પેશિયલ પ્રેસ કોન્ફનરન્સમાં કિરણની બીમારી(blood cancer) અંગે ખુલાસો કર્યો. સુદે કહ્યું કે કિરણ ખેર ગયા વર્ષથી ઈલાજ કરાવી રહી છે અને આ સમયે રિકવરીની રાહ પર છે.

ADVT Dental Titanium

અરુણ સુદે કહ્યું કે, ‘ગયા વર્ષે 11 નવેમ્બરે એમને પોતાના ચંદીગઢ વાળા ઘરમાં ફેક્ચર થયું હતું. ચંદીગઢના Post Graduate Institute of Medical Education and Researchમાં ઈલાજ દરમિયાન તેમને મલ્ટીપલ માઈલોમાંના શરૂઆતી લક્ષણની જાણ થઇ. આ બીમારી એમના જમણા હાથથી ડાબા ખભા સુધી ફેલાઈ ગઈ છે. એવામાં 4 ડિસેમ્બર 2020ના રોજ મુંબઈમાં ઈલાજ માટે એરલિફ્ટ કરવામાં આવ્યા. ત્યારથી સતત તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.અરુણ સુદે આગળ કહ્યું, ‘આમ તો કિરણ ખેર છેલ્લા ચાર મહિનાથી પોતાનો(blood cancer) ઈલાજ કરાવી રહી છે અને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ નથી, પરંતુ દરરોજ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ જરૂર જવું પડી રહ્યું છે.’

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે કિરણ ખેરને લઇ પાર્ટીએ એમના હેલ્થ અપડેટ પર સવાલ ઉઠાવ્યા હતા. કિરણ ખેર લાંબા સમયથી ચંદીગઢથી ગાયબ હતી, એવામાં વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યા હતા. સુદે જણાવ્યું કે ગયા વર્ષે ડિસેમ્બર સુધી ચંદીગઢમાં હતી અને એમની બીમારીને જોતા બહાર ન નીકળવાની સલાહ મળી હતી.

આ પણ વાંચો…

ટીવીની નંબર વન સીરિયલ Anupamaaના પાંચ લોકો આવ્યા કોરોના પોઝિટિવ- તો શું લીડ એકટ્રેસ વિના શૂટિંગ થશે?- વાંચો વિગતે માહિતી