Boycott Film Lal Singh Chaddha

Boycott Film Lal Singh Chaddha: લોકોમાં આમિર અને કરીના સામે આક્રોશ, આમિર ખાનની ફિલ્મનો બોયકોટ કરવાની માગણી- આ છે કારણ?

Boycott Film Lal Singh Chaddha: સો.મીડિયામાં એક યુઝરે કહ્યું હતું, ‘તારી પત્ની (કિરણ રાવ)એ કહ્યું હતું કે ભારતમાં તે સુરક્ષિત નથી. તો તું કેમ હવે અહીં ફિલ્મ રિલીઝ કરે છે?

બોલિવુડ ડેસ્ક, 03 ઓગષ્ટઃ Boycott Film Lal Singh Chaddha: આમિર ખાનના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો બીજી બાજુ સો.મીડિયામાં આ ફિલ્મને બોયકોટ કરવાનો ટ્રેડ પણ જોવા મળ્યો છે. સો.મીડિયામાં આ ટ્રેન્ડ થતાં જ આમિર ખાને પણ આ અંગે વાત કરી હતી. આમિરે કહ્યું હતું કે કેટલાક લોકોને લાગે છે કે તે દેશને પ્રેમ કરતો નથી, પરંતુ આ વાત સાચી નથી. આ રીતના ટ્રેન્ડ જોઈને તે દુઃખી થયો હતો.

સો.મીડિયામાં એક યુઝરે કહ્યું હતું, ‘તારી પત્ની (કિરણ રાવ)એ કહ્યું હતું કે ભારતમાં તે સુરક્ષિત નથી. તો તું કેમ હવે અહીં ફિલ્મ રિલીઝ કરે છે?’ અન્ય એકે કહ્યું હતું કે તેં દરેકને અપીલ કરે છે મહેનતની કમાણી ‘લાલ સિંહ ચઢ્ઢા’ પાછળ ખર્ચ કરવામાં ના આવે. સમય આવી ગયો છે કે આ નેપો કિડ્સ, ડ્રગ્સ લેનારા તથા માફિયાઓનો બોયકોટ કરવામાં આવે. તે કહેવા માગે છે કે પૈસા જરૂરિયાતમંદ લોકો પર ખર્ચ કરવામાં આવે. વર્ષો પહેલાં આમિર ખાને જ કહ્યું હતું કે શિવલિંગ પર દૂધ ચઢાવવાનું યુઝલેસ છે. તો કરીનાએ કહ્યું હતું કે તેમની ફિલ્મ ના જોશો, કોઈ ફોર્સ કરતું નથી.

આ પણ વાંચોઃ Tomorrow Tiranga yatra in surat: હર ઘર તિરંગા હેઠળ આવતી કાલે ગુરૂવારે ગુજરાતના મુખ્યમંત્રી સુરતમાં તિરંગા યાત્રા કાઢશે

સો.મીડિયામાં યુઝર્સનો આક્રોશ જોઈને આમિરની ફિલ્મની કમાણી પર અસર પડશે કે નહીં એ અંગે ચર્ચા થવા લાગી છે. આ આક્રોશ ફિલ્મનો બિઝનેસ ઘટાડે છે કે નહીં એ તો 11 ઓગસ્ટે ખબર પડશે, પરંતુ હાલમાં મેકર્સ નેગેટિવ ટ્રેન્ડને કારણે ચિંતામાં છે. 11 ઓગસ્ટે અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ પણ રિલીઝ થવાની છે.

આ પણ વાંચોઃ 7 youth caught crossing america border illegally: અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા 7 ગુજરાતી પકડાયા

Gujarati banner 01