7 youth caught crossing america border illegally

7 youth caught crossing america border illegally: અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા 7 ગુજરાતી પકડાયા

7 youth caught crossing america border illegally: તાજેતરમાં જ ઉત્તર ગુજરાતના ચાર યુવકો અમેરિકામાં બોર્ડર પાર કરતા પકડાયા છે, જેમાં IELTS કૌભાંડ ખૂલ્યુ હતું.

નવી દિલ્હી, 03 ઓગષ્ટઃ 7 youth caught crossing america border illegally: ગુજરાતમાં વિદેશ જવાનુ ઘેલુ વધી રહ્યું છે. ખાસ કરીને કેનેડા અને અમેરિકા જવા તેઓ ગમે તે હદે જવા તૈયાર થઈ રહ્યાં છે. પોતાના વતનમાં સુખી સંપન્ન ગુજરાતીઓ હવે અમેરિકામાં ઘૂસવા માટે ગેરકાયદેસર માર્ગ અપનાવી રહ્યાં છે. વિદેશ જવા માટે જરૂરી એવી IELTS ની પરીક્ષામાં હવે કૌભાંડો થઈ રહ્યાં છે. તાજેતરમાં જ ઉત્તર ગુજરાતના ચાર યુવકો અમેરિકામાં બોર્ડર પાર કરતા પકડાયા છે, જેમાં IELTS કૌભાંડ ખૂલ્યુ હતું. ત્યારે હવે બોગસ IELTS સર્ટિફિકેટથી અમેરિકા જતાં વધુ 7 યુવાનો પકડાયા છે. આ યુવકો પણ એ જ રીતે કેનેડાથી અમેરિકા બોર્ડર પાર કરતા પકડાયા છે. 

બોગસ IELTS સર્ટિફિકેટથી કેનેડાથી અમેરિકા જતાં 7 યુવાનો પકડાયા છે. આ તમામ યુવકો સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયા હતા. ક્યુબીક રૂટથી ન્યૂયોર્કમાં પ્રવેશ કરતાં યુવકો પકડાઈ ગયા હતા. તમામ યુવાનો મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે. US ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટે યુવાનોને ઝડપી લીધા છે અને પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ MoU between NSDC and IRMA: NSDC અને IRMA સહભાગી બનીને વંચિત સમુદાયોમાં સ્ટાર્ટઅપ વિકાસ માટે કાર્ય કરશે

આ યુવાનો પાસેથી IELTS ના બોગસ સર્ટિફિકેટ મળી આવ્યા છે. તમામ યુવાનો મહેસાણા અને દિલ્હી એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. તમામને અંગ્રેજી ન આવડતું હોવા છતાં 7 થી 8 બેન્ડના સર્ટિફિકેટ મળ્યા છે. ત્યારે યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટને મોટાપાયે કૌભાંડ થઈ રહ્યુ હોવાની શંકા સેવાઈ રહી છે. 

વિદેશમાં જવા માટે ઉત્તર ગુજરાતમાં અનેક એજન્ટો સક્રિય છે. જેઓ ગેરકાયદે રીતે લોકોને અમેરિકા-કેનેડા પહોંચાડે છે. ત્યારે પહેલીવાર IELTS બેન્ડમાં છેડછાડ કરાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે હવે આ કેસમાં અનેક નામો ખૂલી શકે છે. તાજેતરમાં ચાર વિદ્યાર્થીઓના IELTS બેન્ડમાં છેડછાડ કરાઈ હતી. ત્યારે આ કેસમાં આગામી દિવસોમાં મોટા માથાના નામ ખૂલે તેવી શક્યતા છે. 

આ પણ વાંચોઃ Solar storm will collide with Earth: આજે પૃથ્વી સાથે ટકરાશે સોલર સ્ટ્રોમ, દુનિયામાં થઇ શકે છે બ્લેકઆઉટ

Gujarati banner 01