Dinesh Phadnis

Dinesh Phadnis Death: ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ, CIDના આ દિગ્ગજ કલાકારનું થયું નિધન

Dinesh Phadnis Death: CID ફેમ દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે થયું નિધન

મનોરંજન ડેસ્ક, 05 ડિસેમ્બરઃ Dinesh Phadnis Death: ટીવીના ફેમસ શો CIDમાં ફ્રેડરિકનું પાત્ર ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસનું નિધન થયું છે. તેમણે 57 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા લાંબા સમયથી જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે દિનેશ ફડનીસને મુંબઈની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અભિનેતાના નિધન બાદ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.

લિવર ડેમેજથી પીડિત

પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તેમને હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ અભિનેતા દયાનંદ શેટ્ટીએ ત્યારબાદ કહ્યું કે દિનેશ લિવર ડેમેજથી પીડિત છે. ચાહકો તેના સાજા થવા માટે ખૂબ પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ કોઈની પ્રાર્થના કામ ન કરી અને દિનેશ બધાને છોડીને ચાલ્યા ગયા.

આજે અંતિમ સંસ્કાર થશે

અભિનેતાના અંતિમ સંસ્કાર મુંબઈમાં જ કરવામાં આવશે અને CIDની સમગ્ર કાસ્ટ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવશે. મીડિયા સાથે વાત કરતા સીઆઈડી એક્ટર દયાનંદ શેટ્ટીએ જણાવ્યું કે દિનેશનું રાત્રે લગભગ 12 વાગે મૃત્યુ થયું હતું. હું તેના ઘરે જ છું. CIDની આખી ટીમ અહીં હાજર છે.

તમને જણાવી દઈએ કે દિનેશ સીઆઈડીમાં ઈન્સ્પેક્ટર ફ્રેડરિકની ભૂમિકા ભજવતો હતો. સીઆઈડીમાં તેમનું પાત્ર ખૂબ પસંદ કરવામાં આવ્યું. કારણ કે તે ઘણી કોમેડી કરતો હતો. આ સમાચારથી ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

મરાઠી ફિલ્મો માટે સ્ક્રિપ્ટ લખવાનું શરૂ

દિનેશ ફડનીસની વાત કરીએ તો તેને લોકપ્રિય ટીવી શો CID થી મોટી ઓળખ મળી. આ શોમાં તે ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સના રોલમાં જોવા મળ્યો હતો. તેમના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ CID પછી દિનેશ અચાનક સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયા.

તેમના વિશે એવા અહેવાલો હતા કે તેમણે અભિનય છોડી દીધો હતો અને મરાઠી ફિલ્મો માટે સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું હતું. દિનેશના ચાહકો તેને ફરીથી સ્ક્રીન પર અદ્ભુત પ્રદર્શન કરતા જોવા માંગતા હતા. પરંતુ કમનસીબે આ પહેલા જ દિનેશ દુનિયાને અલવિદા કહી દીધું છે.

આ પણ વાંચો… Accident Free Treatment: મોદી સરકારનું મોટું એલાન, હવે રોડ અકસ્માતમાં પીડિતોને ફ્રીમાં મળશે ઈલાજ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો