accident board

Accident Free Treatment: મોદી સરકારનું મોટું એલાન, હવે રોડ અકસ્માતમાં પીડિતોને ફ્રીમાં મળશે ઈલાજ

Accident Free Treatment: આ સુવિધા આગામી 4 મહિનામાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે

નવી દિલ્હી, 05 ડિસેમ્બરઃ Accident Free Treatment: રોડ અકસ્માતમાં મોટાભાગના મૃત્યુ સારવારમાં વિલંબને કારણે જ થાય છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને સરકાર ટૂંક સમયમાં રોડ અકસ્માતના કેસોમાં મફત સારવારની વ્યવસ્થા કરવા જઈ રહી છે. જેથી ઘાયલોને વહેલી તકે મફત સારવાર મળી શકે અને તેમનો જીવ બચાવી શકાય. આ માટે મોટર વ્હીકલ એક્ટમાં પહેલાથી જ ફેરફાર કરવામાં આવ્યા હતા.

માહિતી અનુસાર, ગયા વર્ષે 4.46 લાખ રોડ અકસ્માતો થયા હતા જેમાં 4.23 લાખ લોકો ઘાયલ થયા હતા અને 1.71 લાખ લોકોના મોત થયા હતા. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. આ સુવિધા આગામી 4 મહિનામાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.

મંત્રાલયના સચિવ અનુરાગ જૈને એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, માર્ગ અકસ્માતને કારણે સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે. મોટર વ્હીકલ એક્ટમાં ફ્રી અને કેશલેસ મેડિકલ ટ્રીટમેન્ટનો નિયમ સામેલ છે. કેટલાક રાજ્યોમાં આ નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે તેને સમગ્ર દેશમાં લાગુ કરવાનો સમય આવી ગયો છે. તેથી, અમે આરોગ્ય અને પરિવાર મંત્રાલયને સમગ્ર દેશમાં કેશલેસ સારવાર સિસ્ટમ લાગુ કરવા અપીલ કરી છે.

અકસ્માત પછીના પ્રથમ થોડા કલાકો ગોલ્ડન અવર કહેવાય છે

મોટર વ્હીકલ એક્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર આપવી જોઈએ. જો અકસ્માતના શરૂઆતના થોડા કલાકોમાં સારવાર મળી જાય તો અમે ઘણા લોકોના જીવ બચાવવામાં સફળ થઈશું.

અકસ્માત પછીના પ્રથમ થોડા કલાકો ગોલ્ડન અવર કહેવાય છે. જો તે સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિને ડોક્ટર પાસે લઈ જવામાં આવે તો તેને તાત્કાલિક સારવાર મળે અને બચવાની શક્યતા વધી જાય.

રોડ સેફ્ટી અંગે જાગૃતિ વધારવા માટે સરકાર આ કોર્સ શાળાઓ અને કોલેજોમાં લાગુ કરવા જઈ રહી છે. આ ઉપરાંત, ભારત એનસીએપી પણ લાગુ કરવામાં આવી રહી છે. જેમાં સીટ બેલ્ટ રીમાઇન્ડર અને વાહનોમાં ટેક્નિકલ ફેરફારનો સમાવેશ થાય છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અનુસાર, વર્ષ 2022માં 4,46,768 માર્ગ અકસ્માતો થયા હતા. તેમાંથી 4,23,158 લોકો ઘાયલ થયા અને 1,71,100 લોકોના મોત થયા. કુલ માર્ગ અકસ્માતોમાંથી 45.5 ટકા દ્વિચક્રી વાહનોને કારણે થયા છે.

આ પછી, કાર દ્વારા થતા માર્ગ અકસ્માતોનો હિસ્સો 14.1 ટકા હતો. જેમાં મોટા ભાગના અકસ્માતો ઓવર સ્પીડને કારણે થયા હતા અને 1 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહેવાલ મુજબ, માર્ગ અકસ્માતો ગામડાઓમાં વધુ થયા છે.

આ પણ વાંચો… Aadhar Card Update: ફ્રીમાં આધાર અપડેટ કરાવવાના હવે થોડાં જ દિવસ બાકી, ફટાફટ કરાવી લો નહીંતર…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો