Subrata Roy

Film on Subrata Roy: સહારા ગ્રુપના ચેરમેન સુબ્રત રોય પર બનશે ફિલ્મ, વાંચો વિગતે…

Film on Subrata Roy: ફિલ્મનું નિર્દેશન ધ કેરલા સ્ટોરી બનાવનાર સુદિપ્તો સેન કરી રહ્યા છે

મનોરંજન ડેસ્ક, 16 નવેમ્બરઃ Film on Subrata Roy: સહારા ગ્રુપના ચેરમેન સુબ્રત રોયનું 75 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમનું નિધન હૃદયરોગના હુમલાથી થયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર, સુબ્રત રોય ઘણા દિવસોથી બીમાર હતા. હવે તેમના નિધન બાદ સુબ્રત રોય ની બાયોપિકે જોર પકડ્યું છે. સુબ્રત રોય ના બાયોપિક ની જાહેરાત આ વર્ષના જૂન મહિનામાં થઇ હતી. આ ફિલ્મનું નિર્દેશન ધ કેરલા સ્ટોરી બનાવનાર સુદિપ્તો સેન કરી રહ્યા છે.

સુબ્રત રોય ની બાયોપિક

સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનો જન્મ 10 જૂન 1948ના રોજ બિહારના એક ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેઓ દેશના જાણીતા ઉદ્યોગપતિ હતા જે સહારા ઈન્ડિયાના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન હતા. તેમને ‘સહારશ્રી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે 1978માં સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપના કરી હતી. હવે ગઈકાલે મોડી રાત્રે સહાર ગ્રુપ ના ચેરમેન સુબ્રત રોય નું નિધન થયું છે. તેમના નિધન બાદ તેમની બાયોપિક ના સમાચારે જોર પકડ્યું છે.

આ ફિલ્મની જાહેરાત આ વર્ષ ના જૂન મહિનામાં કરવામાં આવી હતી. તેમજ તેનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ ધ કેરલા સ્ટોરી ના નિર્દેશક સુદીપ્તો સેન બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં સુબ્રત રોય નું જીવન અને સિદ્ધિઓ બતાવવામાં આવશે. આ ફિલ્મ માં એ પણ બતાવવામાં આવશે કે તેમણે કેવી રીતે પ્રતિષ્ઠિત સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપના કરી અને દેશની પ્રગતિમાં યોગદાન આપ્યું.

જોકે ફિલ્મની સ્ટાર કાસ્ટને લગતી વિગતો સામે આવી નથી. આ બાયોપિકનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થવાની સંભાવના છે. આ ફિલ્મનું સંગીત એઆર રહેમાન આપશે અને તેના ગીતો ગુલઝાર લખશે. આ ફિલ્મ ઋષિ વિરમાણી, સંદીપ સિંહ અને સુદીપ્તો સેને સાથે મળીને લખી છે.

આ પણ વાંચો… Benefits Of Raw Banana: સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે કાચા કેળા, આ બીમારીઓથી રાખે છે દૂર…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો