Buffalo tag

Animal barcode: જામનગર માં પશુઓને ઓળખ માટે બારકોડેડ સિસ્ટમનો રામપર ગામે થી પ્રારંભ

Animal barcode: અત્યાર સુધીમાં 500 થી વધું પશુ ઓને ટેગ કરવામાં આવ્યા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૪ જુલાઈ:
Animal barcode: પ્રધાનમંત્રી દ્વારા પશુપાલકો ના પશુ ધન માટે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ યોજના નો લોંચિંગ કરવામાં આવ્યું છે ત્યારે જામનગર માં પણ આ યોજના અંતર્ગત જિલ્લા ભરના પશુપાલકો ના પશુઓને ટેગિંગ કરવાની કામગીરી ની શરૂઆત જામનગર પશુપાલન વિભાગ અને ગાંધીનગર પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધી માં 1 લાખ થી વધુ પશુઓને ટેગિંગ કરી દેવામાં આવ્યું છે

આ પણ વાંચો…Watch vastu tips: યમરાજને આમંત્રણ આપે છે ઘડિયાળની ખોટી દિશા

ગાંધીનગર પશુપાલન વિભાગ અને જામનગર પશુપાલન વિભાગ ના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરેલ રાષ્ટ્રીય રોગ નિયંત્રણ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા નિયત થયેલ 12 આંકડા ના બારકોડેડ (Animal barcode) પ્લાસ્ટિક ની કડી પાશુપાલકો ના પશુઓના કાન માં પહેરાવી જે તે પશુમાલિકના નામ,મોબાઈલ નંબર સાથે એનડીડીબી દ્વારા ખાસ વિકસાવેલ ઇનાફ પોર્ટલ પર તેની નોંધણી કરવામાં આવે છે જે રાષ્ટ્રીય કાર્યક્રમ ગુજરાત સરકાર ના પશુપાલન ખાતું ગાંધીનગર દ્વારા પોતાના તમામ જીલ્લામાં અમલવારી ના ભાગરૂપે ચાલુ છે

Animal barcode, Tag Jamnagar

આ કાર્યક્રમ માં દરેક પશુપાલકો ને પોતાના તમામ ગાય-ભેંસ વર્ગના પશુઓની માલિકી તન્દુરસ્તી અને ઉત્પાદન સંબંધી તમામ વિગતો પશુઓમાં રસીકરણ, સારવાર,પશુરોગ નિદાન, પશુનું નોંધાયેલ ઉત્પાદન, કૃત્રિમ બીજદાન, પશુની ગાભણ અવસ્થા, પશુ વિયાણ તથા બચ્ચા ઉછેર અંગેની વિવિધ માહિતી પશુપાલકનાં આંગણીના ટેરવે પોતાના જ મોબાઈલ પર ભારત સરકાર દ્વારા ખાસ વિકસાવેલ ઇ-ગોપાળા એપ થકી જાતે મેળવી શકે છે

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

જામનગર જિલ્લા ના આશરે સવા લાખ પશુઓને કાનમાં પ્લાસ્ટિક ની કડી પહેરાવવાનો કાર્યક્રમ કરી તમામ પશુઓને ઓનલાઈન રજીસ્ટર કરેલ છે આ તમામ પશુઓને ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટર કરવવાથી પશુઓને કુદરતી આફતે, બીમારી સમયે તથા પશુ ગુમ થવા સમયે કાને લગાવેલ કડી પશુઓને ઓળખવવામાં (Animal barcode) ખૂબ ઉપયોગી બનશે ઉપરાંત પશુપાલઇકો એ પણ અન્ય પશુપાલકો ને આ યોજના માં સહભાગી થઈ પોતાના તમામ પશુઓને ઇનાફ પોર્ટર્લ પર રજીસ્ટર કરાવવા અમિત કાનાણી (પશુપાલન વિભાગ અમદાવાદ ) એ અપીલ કરી હતી.