jacqueline

Jacqueline named accused by ED: જૈકલીનને ED એ આ મામલે બનાવી આરોપી, કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે- વાંચો વિગત

Jacqueline named accused by ED: ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાની મની લોન્ડ્રિંગ કેસમાં ઇડીએ એપ્રિલમાં જૈકલીનને આપ્યા 7 કરોડ રૂપિયાની ભેટો અને સંપત્તિને અપરાધની આવક ગણાવતાં કુર્ક ગઇ હતી

બોલિવુડ ડેસ્ક, 17 ઓગષ્ટઃ Jacqueline named accused by ED: એક્ટ્રેસ જૈકલીન ફર્નાંડિસની મુશ્કેલીઓ વધી ગઇ છે. તેમને ઇડીએ આરોપી બનાવ્યા છે. આ કેસ 215 કરોડ રૂપિયા એકઠા કરવા સાથે જોડાયેલો છે. ઇડી સુકેશ ચંદ્રશેખર સાથે કથિત સંબંધોને લઇને ઘણીવાર જૈકલીન ફર્નાંડિસ સાથે પૂછપરછ કરી ચૂકી છે. તાજેતરમાં જ ઇડીએ તેમની 12 લાખની એફડી પણ અટેચ કરી હતી. 

આ કેસમાં જૈકલીન ફર્નાંડિસ સાક્ષીના રૂપમાં જ પોતાનું નિવેદન નોંધાવી ચૂકી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં આ કેસમાં પહેલી ચાર્જશીટ અધિક સેશન જજ પ્રવીણ સિંહની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇડીએ પિંકી ઇરાની વિરૂદ્ધ સપ્લીમેંટ્રી ચાર્જશીટ દાખલ કરી હતી. પિંકીએ જ સુકેશની ઓળખાણ જૈકલીન ફર્નાંડિસ સાથે કરાવી હતી.

એવો આરોપ હતો કે પિંકી ઇરાની જ જૈકલીન ફર્નાંડિસ માટે મોંઘી ગિફ્ટ પસંદ કરતી હતી અને જ્યારે સુકેશ કિંમત આપી દેતો હતો તો તેને જૈકલીન ફર્નાંડિસને આપી દેતી હતી. સુકેશે ઘણી મોડલ અને અભિનેત્રીઓ પર લગભગ 20 કરોડ રૂપિયા લૂટાવ્યા હતા. કેટલાકને તેની મોંઘી ગિફ્ટ લેવાની ના પાડી હતી. ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાની મની લોન્ડ્રિંગ કેસમાં ઇડીએ એપ્રિલમાં જૈકલીનને આપ્યા 7 કરોડ રૂપિયાની ભેટો અને સંપત્તિને અપરાધની આવક ગણાવતાં કુર્ક ગઇ હતી. 

આ પણ વાંચોઃ 2 drugs making factory found in Gujarat: ગુજરાત હવે ડ્રગ્સ માટે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું, એક જ દિવસમાં ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી બે ફેક્ટરી ઝડપાઈ

ફેબ્રુઆરીમાં ઇડીએ ખુલાસો કર્યો હતો કે સુકેશ ચંદ્રશેખરે કથિત રીતે પોતાની સહયોગી પિંકી ઇરાની દ્રારા બોલીવુડ અભિનેત્રીઓ ભૂમિ પેડનેકર, સારા અલી ખાન અને જાહ્નવી કપૂરને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઇડીના સૂત્રોએ કહ્યું હતું કે પિંકી ઇરાની કેટલીક અભિનેત્રીઓને સુકેશ સાથે મુલાકાત માટે તિહાડ જેલ ગઇ હતી, પરંતુ આ અભિનેત્રીઓની ઓળખ જણાવી ન હતી. પિંકી મોટાભાગે અભિનેત્રીઓ સાથે મળતી હતી. તેથી તેમણે જણાવ્યું કે તેમનું નામ પરી છે. 

શું છે 200 કરોડનો મની લોન્ડ્રીંગ કેસ ?
જોકે ઇડીએ સુકેશ ચંદ્રશેખર તેમની પત્ની લીના મારિયા પોલ અને અન્ય 6 વિરૂદ્ધ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ઇડીનો આરોપ છે કે જ્યારે સુકેશ તિહાડ જેલમાં હતા, ત્યારે તેણે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર નિકાળવાની લાલચ આપી હતી. તેના માટે બંનેની પત્નીઓ પાસે 200 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. તેણે પોતાને પીએમઓ ક્યારેક ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા ઓફિસર ગણાવ્યા હતા. ત્યારબાદ સુકેશ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ Accident between Passenger train collides with freight: મહારાષ્ટ્રમાં પેસેંજર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થતા 50 લોકો થયા ઘાયલ- વાંચો વિગત

Gujarati banner 01