Jug Jug Jiyo Film controversy

Jug Jug Jiyo Film controversy: ફિલ્મ ‘જુગ જુગ જિયો’ વિવાદમાં, અબરાર ઉલ હક ડિરેક્ટર-પ્રોડ્યૂસર કરન જોહર વિરુદ્ધ લીગલ એક્શન લેશે

Jug Jug Jiyo Film controversy: સો.મીડિયામાં કરન જોહરને ટ્રોલ કરવામાં આવ્યો

બોલિવુડ ડેસ્ક, 23 મેઃ Jug Jug Jiyo Film controversy: કરન જોહરની ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું ટ્રેલર 22 મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. જોકે, ટ્રેલર રિલીઝ થતાં જ વિવાદો પણ થયા છે. ફિલ્મની સ્ટોરી તથા ફિલ્મના એક ગીત પર ચોરીના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. વિશાલ સિંહે કરન જોહર પર વાર્તા ચોરી કરવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે પાકિસ્તાની સિંગર અબરાર ઉલ હકે કહ્યું હતું કે ગીત ‘નાચ પંજાબન’ તેનું સોંગ છે અને તે કરન જોહર સામે લીગલ એક્શન લેશે.

કરન જોહર પર વાર્તા ચોરવાનો આક્ષેપ

વિશાલ એ સિંહ નામના વ્યક્તિએ સો.મીડિયામાં ‘જુગ જુગ જિયો’નું ટ્રેલર જોયા બાદ કરન જોહરને આડેહાથ લીધો છે. તેણે કરન પર પોતાની વાર્તા ચોરી કરવાનો આક્ષેપ મૂક્યો છે. તેણે કહ્યું હતું, ‘મેં જાન્યુઆરી, 2020માં સ્ક્રીનરાઇટર્સ એસોસિયેશન ઇન્ડિયા’ની સાથે ‘બન્ની રાની’ ટાઇટલ સાથે એક સ્ટોરીનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મેં આ વાર્તા ફેબ્રુઆરી, 2020માં કરન જોહરના ધર્મા પ્રોડક્શનને મેલ કર્યો હતો. તેને આશા હતી કે તે સાથે મળીને ફિલ્મને કો-પ્રોડ્યૂસ કરશે. તેને મેલનો જવાબ પણ આપવામાં આવ્યો હતો. જોકે, હવે તેણે જોયું કે તેની વાર્તા ચોરી લેવામાં આવી છે અને કરને ‘જુગ જુગ જિયો’ ફિલ્મ બનાવી છે.

સ્ક્રીનશોટ શૅર કર્યા

વિશાલે 2020માં કરન જોહરના ધર્મા પ્રોડક્શનને જે મેલ મોકલ્યો તેનો સ્ક્રીનશોટ પણ શૅર કર્યો છે. તેણે સ્ક્રીનશોટમાં ફિલ્મની વાર્તા અંગે વાત કરી છે. અન્ય એક પોસ્ટમાં તેણે કહ્યું હતું, ‘વાર્તા સારી લાગે તો વાત કરો, હાથ મિલાવો, સાથે મળીને બનાવીએ. આ કોઈ પ્રતિષ્ઠિત બેનર કે કોઈ પણ પ્રોડક્શન હાઉસ માટે યોગ્ય નથી. ચોરી ના કરો. જો આ મારી સાથે થઈ શકે છે તો હિંદી સિનેમામાં કોઈની પણ સાથે થઈ શકે છે.

બીજો વિવાદ

‘જુગ જુગ જિયો’ના ટ્રેલરમાં ગીત ‘નાચ પંજાબન’ પાકિસ્તાની ગીતનું કૉપી વર્ઝન છે. આના વિરુદ્ધ પાકિસ્તાની સિંગર અબરાર ઉલ હકે અવાજ ઉઠાવ્યો છે. જાણીતા સિંગર અબરારે સો.મીડિયામાં કરન જોહર તથા ધર્મા પ્રોડક્શન પર મંજૂરી વગર ગીત લેવાનો આક્ષેપ મૂક્યો છે.

આ પણ વાંચોઃ PM modi visit tokyo: જાપાનીઝ PM ફુમિયો કિશિદાના નિમંત્રણ પર 24 મેના રોજ યોજાનારા ક્વાડ શિખર સંમેલનમાં સામેલ થવા ટોક્યો પહોંચ્યા PM મોદી

અબરારે કહ્યું હતું, ‘મેં મારું ગીત ‘નાચ પંજાબન’ કોઈ પણ ભારતીય ફિલ્મને વેચ્યું નથી. હું વળતર લઈ શકું. કરન જોહર જેવા પ્રોડ્યૂસર્સે ગીતની નકલ કરવી જોઈએ નહીં. મારા છઠ્ઠા ગીતની કૉપી કરવામાં આવી છે.’

કરનને મુશ્કેલી પડશે?

અન્ય એક પોસ્ટમાં અબરારે કહ્યું હતું, ‘ગીત ‘નાચ પંજાબન’નું લાઇસન્સ કોઈને પણ આપવામાં આવ્યું નથી. જો કોઈ દાવો કરે છે તો એગ્રીમેન્ટ બતાવો. હું લીગલ એક્શન લઈશ.’ ઉલ્લેખનીય છે કે આ ગીત વર્ષ 2000માં આવ્યું હતું. તે સમયે આ ગીત ઘણું જ હિટ રહ્યું હતું.

કોણ છે અબરાર?

અરબાર સિંગર, સોંગ રાઇટર તથા પોલિટિશિયન છે. તેને ‘કિંગ ઑફ પાકિસ્તાની પોપ’નું ટાઇટલ મળ્યું છે.

સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કર્યો

અબરાર ઉલ હકે સો.મીડિયામાં વાંધો ઉઠઆવતા જ યુઝર્સે કરન જોહરને ટાર્ગેટ કર્યો હતો. યુઝર્સે સવાલ કર્યો હતો કે કેમ બોલિવૂડ સંગીતકારો માટે ઓરિજિનલ ટ્યૂન્સ બનાવવી મુશ્કેલ છે? યુઝર્સે ક્રિએટિવિટી પર સવાલ કર્યા હતા. એક યુઝરે કહ્યું હતું, ‘ક્રેડિટ વગર કરન જોહર તથા ધર્મા મૂવીએ પાકિસ્તાની આર્ટિસ્ટનું ‘નાચ પંજાબન’ ગીત પોતાની ફિલ્મમાં કૉપી કર્યું.’

24 જૂને ફિલ્મ રિલીઝ થશે

‘જુગ જુગ જિયો’ને રાજ મહેતાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં વરુણ ધવન, કિઆરા અડવાણી, અનિલ કપૂર તથા નીતુ સિંહ લીડ રોલમાં છે. આ ફિલ્મ 24 જૂને થિયેટરમાં રિલીઝ થશે.

આ પણ વાંચોઃ 88th birth anniversary of Shri Hariprasad Swamiji: હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી હરિપ્રસાદ સ્વામીજીની 88મી જયંતી નિમિત્તે મુખ્યપ્રધાન રહ્યા ઉપસ્થિત

Gujarati banner 01