Language controversy

Language controversy: હિંદી ભાષાના વિવાદ અંગે વડાપ્રધાને પણ કરી વાત, ત્યાર બાદ એક્ટર કિચ્ચા સુદીપે કહી આ વાત- વાંચો સંપૂર્ણ વિગત

Language controversy: એક ઇવેન્ટમાં કન્નડ એક્ટર સુદીપે કહ્યું હતું કે હિંદી હવે રાષ્ટ્રીય ભાષા નથી. આના પર પ્રતિક્રિયા આપતા અજયે કહ્યું હતું કે જો હિંદી રાષ્ટ્રીય ભાષા નથી તો તમે કેમ તમારી ફિલ્મ હિંદીમાં ડબ કરો છો

બોલિવુડ ડેસ્ક, 22 મે: Language controversy: થોડાં સમય પહેલાં સો.મીડિયામાં હિંદી ભાષા અંગે કિચ્ચા સુદીપ તથા અજય દેવગન વચ્ચે બોલાચાલી થઈ હતી. એક ઇવેન્ટમાં કન્નડ એક્ટર સુદીપે કહ્યું હતું કે હિંદી હવે રાષ્ટ્રીય ભાષા નથી. આના પર પ્રતિક્રિયા આપતા અજયે કહ્યું હતું કે જો હિંદી રાષ્ટ્રીય ભાષા નથી તો તમે કેમ તમારી ફિલ્મ હિંદીમાં ડબ કરો છો. આ વિવાદ બાદ ઇન્ડસ્ટ્રી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. હવે આ વિવાદ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાત કરી હતી. કિચ્ચા સુદીપે વડાપ્રધાનના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેનો હેતુ કોઈ પણ ઝઘડાને પ્રોત્સાહન આપવાનો નહોતો.

વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગમાં કહ્યું હતું, ‘છેલ્લાં કેટલાંક દિવસોમાં આપણે જોયું કે ભાષાઓ પર વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આથી આપણે લોકોને જાગૃત કરવાની જરૂર છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્થાનિક ભાષાઓને પ્રાથમિકતા આપવી તમામ સ્થાનિક ભાષાઓ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા બતાવે છે. ભાજપ ભારતીય ભાષાઓને ભારતીયતાની આત્મા તથા દેશના સારા ભવિષ્યની કડી માને છે. હું આનો વિશેષ રીતે ઉલ્લેખ કરવા માગું છું, કારણ કે હાલના દિવસોમાં ભાષાના આધારે નવો વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપણે આ અંગે દેશના લોકોને સતત જાગૃત કરતા રહેવા પડશે.’

આ પણ વાંચોઃ PMSBY: વાર્ષિક બેંક ખાતામાંથી કપાશે 12 રૂપિયા, સાથે મળશે આટલા લાખનો લાભ – જાણો શું છે સ્કીમ?

કિચ્ચા સુદીપે વડપ્રધાનની વાતો અંગે ‘NDTV’ સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘મારો હેતુ કોઈ પણ પ્રકારની દલીલો કે લડાઈને પ્રોત્સાહન આપવાનો નહોતો. આ બધું તો એજન્ડા વગર થયું હતું. મેં જે કહ્યું તે મારો અભિપ્રાય હતો. મેં તે અંગે અવાજ ઉઠાવ્યો હતો. મારા માટે આ ગર્વની વાત છે કે આ લાઇન્સ વડાપ્રધાન મોદીની છે. જે લોકો ભાષાને પ્રેમ તથા સન્માન કરે છે, તેમને વડાપ્રધાનની આ લાઇન્સ સાંભળીને ગર્વ થતો હશે.’

વધુમાં સુદીપે કહ્યું હતું, ‘આ તમામ ભાષાઓનું સ્વાગત છે. હું માત્ર કન્નડને રિપ્રેઝેન્ટ કરતો નથી. હું તમામની માતૃભાષા અંગે વાત કરી રહ્યો છું. PM મોદીએ પોતાના નિવેદનમાં આ અંગેનો ઉલ્લેખ કર્યો છે. તેમણે આજે દરેકની માતૃભાષાનું સન્માન કર્યું છે. અમે નરેન્દ્ર મોદીને માત્ર એક રાજકારણી તરીકે જોતા નથી, તે અમારા નેતા પણ છે.’

આ પણ વાંચોઃ Investment Tips: શેરબજારમાં ઘટાડા પર ખરીદનારની આ યોગ્ય વ્યૂહરચના છે, આપત્તિને આ રીતે તકમાં ફેરવો

Gujarati banner 01