Owaisi visit Surat

Owaisi visit Surat: ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે એમ છે , AIMIMના ઓવેસી આવ્યા સુરતની મુલાકાતે

Owaisi visit Surat: આવનાર વિધાનસભા ચૂંટણી માટે રાજકય પક્ષો તૈયાર ઓવેસીની એન્ટ્રી સુરતમાં થઈ ઓવેસી ગુજરાતમાં પોતાના ઉમેદવારો ઉતારશે કોંગ્રેસને નુકશાન અને ભાજપને ફાયદો થાય તેવા એંધાણ

સુરત, 22 મેઃ Owaisi visit Surat: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા ચોથી અને મજુબૂત રાજકયા પાર્ટી કહેવાથી AIMIMના મુખ્યા ઓવેસી સુરતની મુલાકાતે આવતા રાજકીય માહોલમાં ગરમાવો દેખાઈ રહ્યો છે….

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજદીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા પોત પોતાની રીતે ધમ ખમ બતાવી પ્રચારમાં જોતરાઈ ગયા છે, ત્યારે ગુજરાતમાં ચોથી રાજકીય પક્ષ તરીકે પોતાની ઓળખ ઉભી કરતી ઓવેસીની પાર્ટી AIMIM દ્વારા ગુજરાતમાં પોતાની એન્ટ્રી કરી દીધી છે.

ત્યારે સુરત ખાતે આવેલા ઓવેસી એ પત્રકારોને સંભોધતા સ્પષ્ટ કરી દીધું હતું કે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ઉતારશે અને તેવો પોતાનો ધમ ખમ બતાવી વધુમાં વધુ સીટો ઉપર લડશે સાથે ભાજપ અને ખાસ કરીને કોંગ્રેસ ને નુકશાન પહોંચાડશે તેમાં કોઈ બે મત નથી ….

સુરત ખાતે પધારેલા ઓવેસી એ ભાજપ અને કોંગ્રેસ ઉપર સીધો નિસનો સાધતા કીધું કે આવનાર ચૂંટણીમાં અમે આ બંને પાર્ટીને કડી ટક્કર આપીશું અને પોતાનો ડંકો ગુજરાતમાં વગાડીશું…

આ પણ વાંચોઃ Language controversy: હિંદી ભાષાના વિવાદ અંગે વડાપ્રધાને પણ કરી વાત, ત્યાર બાદ એક્ટર કિચ્ચા સુદીપે કહી આ વાત- વાંચો સંપૂર્ણ વિગત

ઓવેસી એ વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવાનું કીધું છે સાથે તેમણે વધુમાં ઉમેર્યું છે કે અમે ગુજરાતમાં શિક્ષણ, બે રોઝગારી, ગરીબી, મોંઘવારી, અને ગુજરાતમાં થતા ભ્રષ્ટાચાર ના મુદ્દાઓને લઈને વિધાનસભા ચૂંટણીમાં લડત આપવા આવીશું . જ્યાં રાજ ઠાકરે વિશે પત્રકારો દ્વારા સવાલો પૂછવામાં આવતા ઓવેસી દ્વારા હું ઓઢકતો નથી અને એ કોણ છે તેવું કહી સવાલોના જવાબ આપવાથી બચ્યા હતા..

જ્યાં ગુજરાતની રાજનીતિની જો વાત છે તો આવનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ને સીધો ફાયદો ઓવેસીના આવાથી સ્પષ્ટપણે દેખાઈ આવી રહ્યું છે, કારણકે મુસ્લિમ વોટરો દ્વારા કોંગ્રેસ અને AIMIM વચ્ચે મતદારો વહેંચાઈ જવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે AIMIM ગુજરાતમાં પોતાનો ડંકો વગાડશે કે પછી બંનેનું તંત્ર બગાડ શે તે તો આવનાર વિધાનસભા ચૂંટણીમાં ખબર પડશે…

આવનાર વિધાનસભા ચૂંટણી માટે રાજકય પક્ષો તૈયાર ઓવેસીની એન્ટ્રી સુરતમાં થઈ ઓવેસી ગુજરાતમાં પોતાના ઉમેદવારો ઉતારશે કોંગ્રેસને નુકશાન અને ભાજપને ફાયદો થાય તેવા એંધાણ છે.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ PMSBY: વાર્ષિક બેંક ખાતામાંથી કપાશે 12 રૂપિયા, સાથે મળશે આટલા લાખનો લાભ – જાણો શું છે સ્કીમ?

Gujarati banner 01