miss univers 2020

Miss universe 2020: મહામારીને એક લીડર તરીકે કંટ્રોલ કરવાના તેના જવાબથી જીતી લીધો મિસ યુનિવર્સનો તાજ

મનોરંજન ડેસ્ક, 19 મેઃ ફ્લોરિડામાં યોજાયેલી મિસ યુનિવર્સ 2020(Miss universe 2020) કોમ્પિટિશનની વિજેતા મિસ મેક્સિકો એન્ડ્રિઆ મેઝા બની છે. 26 વર્ષીય એન્ડ્રિઆ મિસ યુનિવર્સ(Miss universe 2020)નો તાજ પહેરીને ખુશખુશાલ થઇ ગઈ હતી. સાઉથ આફ્રિકાની ફોર્મર મિસ યુનિવર્સ ઝોઝિબિનિ તુન્ઝીએ એન્ડ્રિઆને ક્રાઉન પહેરાવ્યો હતો. ફર્સ્ટ રનર-અપ બ્રાઝિલની જુલિયા ગેમા અને સેકન્ડ રનર-અપ પેરુ દેશની જેનિક મેકેટા બની હતી.

Miss universe 2020

મેક્સિકોની રહેવાસી એન્ડ્રિઆ મેઝાને પ્રશ્ન પૂછ્યો હતો કે, જો તમે દેશના લીડર હોવ તો કોરોના મહામારીને કેવી રીતે હેન્ડલ કરો? જવાબમાં એન્ડ્રિઆએ કહ્યું, મને લાગે છે કે આ કપરા સમય અને કોરોના મહામારીને હેન્ડલ કરવા માટે કોઈ પરફેક્ટ રસ્તો નથી. તેમ છતાં હું દેશમાં લોકડાઉન આપીને લોકોનો જીવ બચાવીશ. દરેકના જીવ અમૂલ્ય છે અને આપણે જ એકબીજાને સાચવવાના છે.

Miss universe 2020: બ્યુટી વિશે એન્ડ્રિઆ મેઝાએ શું કર્યું? આ સવાલના જવાબમાં તેણે કહ્યું, ફાઇનલ સ્ટેટમેન્ટમાં એન્ડ્રિઆએ બ્યુટી સ્ટાન્ડર્ડ વિશે કહ્યું, આપણે એક એડવાન્સ સોસાયટીમાં જીવીએ છીએ. આપણે દરેક વસ્તુઓ સાથે એડવાન્સ થવું પડે છે. આપણે બ્યુટીને માત્ર જોઈએ છીએ પણ મારા માટે તે આપણા સ્પિરિટને રેડીયેટ જ નહીં પણ તે આપણા હાર્ટમાં છે અને બધા સાથે કનેક્ટ કરે છે. કોઈને પણ કહેવાનો મોકો ના આપો કે તમે મૂલ્યવાન નથી.

Miss universe 2020

નોંધનીય છે કે, 73 બ્યુટી ક્વીનને હરાવીને એન્ડ્રિઆ Miss universe 2020 બની ગઈ છે. મિસ યુનિવર્સની વેબસાઈટ પ્રમાણે, એન્ડ્રિઆએ સોફ્ટવેર એન્જિનિયરિંગ કર્યું છે. તે મેક્સિકોના ચિહુઆહુઆ શહેર સંયુક્ત પરિવાર સાથે રહે છે. એન્ડ્રિઆ મેક્સિકોમાં ટુરિઝ્મ બ્રાંડ એમ્બેસેડર પણ છે. તે સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે જે વુમન્સ રાઈટ્સ અને તેને લગતા કામ કરે છે. જેન્ડર વાયોલન્સ સામે લડી રહેલા અભિયાનમાં તે આગળ પડતી છે.

Miss universe 2020

ઉલ્લેખનીય છે કે, ભારતની એડલિન કેસ્ટેલિનો ચોથી રનર અપ બની હતી. ક્વેશ્ચન-આન્સરના રાઉન્ડમાં મિસ મેક્સિકો એન્ડ્રિઆ મેઝા(Miss universe 2020)નો કોરોના મહામારી રિલેટેડ જવાબે દરેકના દિલ જીતી લીધા હતા.

આ પણ વાંચો….

દવાની સપ્લાઈ પર સરકારની દેખરેખઃ તમામ કોવિડ-19 દવાઓ(covid medicine) હવે ભારતમાં ઉપલબ્ધ, સરકારે દવાની ફાળવણી માટે જાહેર કરી લિંક