Xi jinping

China targets US:ચીને અમેરિકા પર લગાવ્યો આરોપ કહ્યું- અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ઈઝરાયેલને સતત બચાવી રહ્યું છે..!

  • ચીને અમેરિકા(China targets US) પર પ્રહાર કરતા કહ્યું- અમેરિકા પેલેસ્ટાઈનના મુસ્લિમો અંગે વલણ સ્પષ્ટ કરે
  • બાઈડન સરકાર માનવ અધિકારોનું રક્ષણ કરવામાં પાછળ પડી

વર્લ્ડ ન્યૂઝ,19 મેઃ LAC (પૂર્વી લદ્દાખની લાઈન ઓફ એક્ચ્યુલ) પર છેલ્લા કેટલાક મહિના સુધી શાંતિ સ્થપાયા બાદ ચીનની આર્મીની દરમિયાનગીરી વધી રહી હોય તેમ જણાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વર્તમાન સમયમાં ચર્ચાનો વિષય બનેલા પેલેસ્ટાઈન-ઈઝરાયેલ વચ્ચેના તંગ સંબંધોને લઈ ચીને આડકતરી રીતે પોતાના વિચાર રજૂ કર્યાં છે. તાજેતરના નિવેદનમાં ચીને આ મુદ્દે અમેરિકા(China targets US) પર નિશાન સાધ્યું છે.

પેલેસ્ટાઈન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે ચીનને અમેરિકા વિરુદ્ધ બોલવાની તક મળી છે. ચીને(China targets US) કહ્યું છે કે અમેરિકાએ પેલેસ્ટાઈનના મુસ્લિમો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. પેલેસ્ટાઈનના મુસ્લિમોનો જીવ પણ એટલો જ કિંમતી છે કે જેટલો અન્ય મુસ્લિમોનો છે. ચીન(China targets US) આ મહિને યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરી રહ્યું છે અને ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષ વિરામ તથા હિંસાની ટીકા કરવા સાથે પરિષદમાં ત્રણ વખત સંયુક્ત નિવેદન જાહેર કરવાનો પ્રયત્ન કરી ચુક્યું છે.

China targets US

બન્ને દેશ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે ઈમર્જન્સી બેઠકમાં સંયુક્ત રાષ્ટ્ર પરિષદના સભ્ય દેશો કોઈ પણ રીતે સહમતિ દર્શાવી શક્યા નથી. આ ત્રીજી વખત એવી ઘટના બની છે કે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં ઈઝરાયેલને બચાવવાનાને લઈ ચીનનું વિદેશ મંત્રાલય સતત અમેરિકાની આકરી ટીકા કરી રહ્યું છે. હવે પેલેસ્ટાઈન પર ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા હુમલા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે ચીન (China targets US)અમેરિકા પર દબાણ વધારી રહ્યું છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે સોમવારે આ મુદ્દે લખ્યું હતું, જેમાં પ્રસિદ્ધ થયેલા વિચારોને ચીનનું સત્તાવાર નિવેદન માનવામાં આવે છે. અખબારમાં કહેવામાં આવ્યું હતું કે બન્ને પક્ષો વચ્ચે આ સંઘર્ષ શા માટે શરૂ થયો? ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે અમેરિકાની બાઈડન સરકાર માનવ અધિકારનું રક્ષણ કરવાના પોતાના વલણથી પાછળ પડી ગઈ છે.

અમેરિકાનું આ વલણ પેલેસ્ટાઈનના માનવ અધિકારો પ્રત્યે ઉદાસીનતાને દર્શાવે છે.અમેરિકા હંમેશા માનવ અધિકારોનો ઝંડો લહેરાતો રાખે છે. અમેરિકા ચીન(China targets US) પર ખોટી માહિતી અને સ્થિતિના આધાર પર શિનજિયાંગ પ્રાંતમાં મુસલમાનો સામે નરસંહાર કરવાના ચીન પર કમનસિબ આરોપ લગાવે છે. પણ હવે જ્યારે પેલેસ્ટાઈનના માનવ અધિકારોને કચડવામાં આવી રહ્યા છે ત્યારે અમેરિકાએ પોતાની આંખો બંધ કરી દીધી છે. અમેરિકા આ અંગે પોતાના બમણા માપદંડ તથા પાખંડને ભાગ્યે જ યોગ્ય ઠરાવી શકશે.

China targets US

ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે અમેરિકા (China targets US)સ્વાર્થી દેશ છે. જ્યારે અમેરિકાને આંતરરાષ્ટ્રીય નૈતિકતા અને રાજકિય સ્વાર્થ પૈકી પસંદગી કરવાની હોય છે ત્યારે તે ફક્ત રાજકિય સ્વાર્થની જ પસંદગી કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અન્ય સભ્યોની સહમતિની કાળજી લીધા વગર જ અમેરિકા સતત ઈઝરાયેલનું સમર્થન કરી રહ્યું છે. જે અન્ય દેશો માટે આશ્ચર્ય ઉપજાવનાર છે.

ગ્લોબલ ટાઈમ્સમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ગાઝા પટ્ટીમાં લોહી વહી રહ્યું છે, પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ચૂપ છે. વર્ષોથી સુરક્ષા પરિષદે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષના ઉકેલ કરવા માટે બન્ને દેશ ઉકેલનું સમર્થન કરવા માટે એક કરતા વધારે પ્રસ્તાવોને અપનાવ્યા છે, પણ (China targets US)અમેરિકાએ હંમેશા આ મુદ્દે પીછેહઠ કરી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયની પરવાહ કર્યાં વગર અગાઉ ટ્રમ્પ પ્રશાસને અમેરિકાનું દૂતાવાસ તેલ અવીવથી જેરુસલેમ તબદિલ કરી દીધુ, જે બન્ને દેશના ઉકેલની ભાવનાથી અલગ હતી. અમેરિકાની અગાઉની સરકારે જે કર્યું છે તેના માટે બાઈડન સરકારે મૌન રહી સહમતિ આપી છે.

China targets US

આ પણ વાંચો….

Miss universe 2020: મહામારીને એક લીડર તરીકે કંટ્રોલ કરવાના તેના જવાબથી જીતી લીધો મિસ યુનિવર્સનો તાજ