Mithilesh chaturvedi pass away

Mithilesh chaturvedi pass away: અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું અવસાન, લખનૌમાં અંતિમ શ્વાસ લીધા

Mithilesh chaturvedi pass away: મિથિલેશ ચતુર્વેદીનું હાર્ટ એટેકના કારણે 3 ઓગસ્ટે અવસાન થયું

મનોરંજન ડેસ્ક, 04 ઓગષ્ટઃ Mithilesh chaturvedi pass away: અનેક ફિલ્મોમાં સહાયક ભૂમિકા ભજવી ચૂકેલા અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું અવસાન થયું છે. તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. જણાવવમાં આવી રહ્યું છે કે, મિથિલેશ ચતુર્વેદીએ 3 ઓગસ્ટના રોજ સાંજે લખનૌમાં અંતિમ શ્વાસ લીધા હતા અને તેઓ હૃદયરોગ સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. 

આ પણ વાંચોઃ Adani has increased the price of CNG: ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ- વાંચો વિગત

‘ક્રેઝી 4’ અને ‘કોઈ મિલ ગયા’ જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કરી ચૂકેલા મિથિલેશ ચતુર્વેદીએ હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમની સાથે કામ કરી ચૂકેલા ડિરેક્ટર જયદીપ સેને જણાવ્યું હતું કે, મિથિલેશ ચતુર્વેદીને થોડા સમય પહેલા હાર્ટ એટેક આવ્યો હતો ત્યાર બાદ તેઓ પોતાના વતન લખનૌ શિફ્ટ થયા હતા. કારણ કે તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે. મિથિલેશ ચતુર્વેદીનું હાર્ટ એટેકના કારણે 3 ઓગસ્ટે અવસાન થયું છે. 

મિથિલેશ ચતુર્વેદીએ 1997માં ફિલ્મ ‘ભાઈ ભાઈ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેઓ ‘સત્યા’, ‘તાલ’, ‘ફિઝા’, ‘રોડ’, ‘કોઈ મિલ ગયા’, ‘બંટી ઔર બબલી’, ‘ક્રિશ’ અને ‘ગાંધી માય ફાધર’ જેવી અનેક ફિલ્મોમાં સહાયક અભિનેતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મોમાં ભજવવામાં આવેલા અલગ-અલગ પાત્રોને કારણે મિથિલેશ ચતુર્વેદીએ પોતાની અલગ ઓળખ બનાવી હતી. 2020માં તે વેબ સિરીઝ ‘સ્કેમ 1992’માં જોવા મળ્યા હતા. મિથિલેશ ચતુર્વેદી હાલમાં બંછડા નામની ફિલ્મમાં કામ કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ CM made policy reforms in revenue rules: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સામાન્ય માનવીઓના હિતમાં મહેસૂલી નિયમોમાં નીતિવિષયક સુધારા કર્યા

Gujarati banner 01