Adani has increased the price of CNG

Adani has increased the price of CNG: ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ- વાંચો વિગત

Adani has increased the price of CNG: અમદાવાદીઓ પર CNGની કિંમતમાં 1.49 રૂપિયાનો વધારો કરાયો છે

બિઝનેસ ડેસ્ક, 04 ઓગષ્ટઃ Adani has increased the price of CNG: બુધવારે અદાણી દ્વારા પીએનજી ગેસ વધારો કરાયા બાદ હવે CNG ની કિંમતમાં વધારો થયો છે. અમદાવાદીઓ પર CNGની કિંમતમાં 1.49 રૂપિયાનો વધારો કરાયો છે. CNGનો કિલોદીઠ ભાવ હવે 87.38 રૂપિયા થયો છે. અગાઉ CNG નો કિલોદીઠ ભાવ 85.89 રૂપિયા હતો. અદાણીએ CNG ની કિંમત કિલોદીઠ 1.49 રૂપિયા વધારી છે. જોકે, આ ભાવવધારો વાહનચાલકોને ભારે પડી રહેશે. રીક્ષા ચાલકો પહેલેથી જ ગેસમાં વધેલા ભાવોથી પરેશાન છે. આવામાં આ ભાવવધારો તેમની કમર ભાંગી નાખશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે CNG ગેસમાં 1.99 રૂપિયાનો ભાવ વધારો હતો. દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ CM made policy reforms in revenue rules: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સામાન્ય માનવીઓના હિતમાં મહેસૂલી નિયમોમાં નીતિવિષયક સુધારા કર્યા

મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે.લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે.

તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં પાંચ રાજ્યોમાં થયેલા વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે. કિંમતોમાં વધારો વૈશ્વિક સ્તર પર તેલના વધુ ભાવ બોલાઈ રહ્યાં છે. તો બીજી તરફ, સીએનજીના ભાવ પણ વધી ગયા છે, આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે. 

આ પણ વાંચોઃ About Mahendra meghani: ગુજરાતનાં તથા વિદેશનાં પુસ્તકપ્રેમીઓ તરફથી મહેન્દ્રભાઈ મેઘાણીની વિદાયની પળે નતમસ્તકે પ્રણામ અને અશ્રુભરી શ્રદ્ધાંજલિ

Gujarati banner 01