ananya pandy

NCB interrogation of Ananya: અભિનેત્રી સાથે બે કલાક સુધી પૂછપરછ બાદ, આવતીકાલે સવારે ફરીથી NCBએ અનન્યાને બોલાવી

NCB interrogation of Ananya: અનન્યાની પૂછપરછ હજી પૂરી નથી થઈ, તેને ફરી પૂછપરછ માટે 22 ઓક્ટોબરે સવારે 11 વાગે બોલાવવામાં આવી છે.

બોલિવુડ ડેસ્ક, 21 ઓક્ટોબરઃ NCB interrogation of Ananya: મુંબઈ ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે સાથેની NCBની પૂછપરછ ખતમ થઈ ગઈ છે. અભિનેત્રીનું નામ આર્યન ખાનની ચેટમાં સામે આવ્યું છે. NCBના સમન મળ્યા પછી અનન્યા પાંડે પિતા ચંકી પાંડે સાથે NCBની ઓફિસમાં નિવેદન નોંધાવવા પહોંચી હતી. અનન્યાની પૂછપરછ હજી પૂરી નથી થઈ, તેને ફરી પૂછપરછ માટે 22 ઓક્ટોબરે સવારે 11 વાગે બોલાવવામાં આવી છે.

અનન્યા પાંડેનું નામ સામે આવવું આ કેસમાં એક મોટુ સેટબેક છે. અનન્યાને આર્યન ખાનના ડ્રગ્સ કેસને લઇને સવાલ કરવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આર્યન ખાનના વ્હાઇટ એપ ડ્રગ્સ ચેટમાં અનન્યા પાંડેનું નામ સામે આવ્યું છે. તેની પહેલા પણ ખબર સામે આવી હતી કે એક ઉભરતી બોલીવુડ એક્ટ્રેસ સાથે આર્યન ખાનની ડ્રગ્સ ચેટ થઇ થઇ હતી. હવે જ્યારે એનસીબીએ અનન્યા પાંડેને સમન પાઠવ્યુ છે તેથી તેવુ માનવામાં આવી રહ્યું છે કે આર્યને અનન્યા સાથે જ ડ્રગ્સ ચેટ કરી હતી

આ પણ વાંચોઃ Hitesh Makvana: ગાંધીનગરમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે મેયરની વરણી કરાઇ, હિતેશ મકવાણા બન્યાં નવા મેયર

ડ્રગ્સ કેસના મામલામાં શાહરુખ ખાનના પુત્ર આર્યનખાનની મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલે કોર્ટે આર્યનખાન સહિત આઠ આરોપીઓની ન્યાયિક હિરાસત 30 ઓક્ટોબર સુધી વધારી છે. એનસીબીના અધિકારીઓ ગુરૂવારે બપોરે અભિનેતા શાહરૂખ ખાનના ઘરે પહોંચ્યા હતા. આર્યન ખાનની ધરપકડ થઈ ત્યારથી એનસીબી મન્નત બંગલોમાં જઈને તલાશી લેશે તેવી અટકળો થઈ રહી હતી. જોકે સમીર વાનખેડેએ સ્પષ્ટ કર્યું હતું કે આ કોઈ દરોડા નહતા, પરંતુ આર્યન ખાન સંબંધિત લિગલ કાગળિયા કાર્યવાહી હતી.

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન હાલમાં મુંબઇ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ફસાયો છે. ત્યારે આ કેસમાં તમને જણાવી દઇએ કે, 20 ઓક્ટોબરના આર્યનની જામીનની અરજીને મુંબઇની સેશન્સ કોર્ટે ખારીજ કરી દીધી છે. ત્યાર બાદ આર્યનને એક વાર ફરી જેલમાં જ રહેવાનો વારો આવ્યો છે. માહિતી એવી સામે આવી રહી છે કે આર્યનને જામીન ન મળવા પર આર્યન ઉદાસ થઇ ગયો અને કોઇની પણ સાથે તે જેલમાં વાતચીત નથી કરી રહ્યો. ત્યારે હવે ખુદ શાહરૂખ પોતાના પુત્રને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ Corona Caller Tune: ઐતિહાસિક રેકોર્ડ નોંધાવા સાથે જ બદલાઈ ગઈ કોરોનાની કોલર ટ્યૂન- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનની જામીન અરજી પર ગત રોજ ફેંસલો આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૃખ ખાનના દીકરા આર્યન અને તેના સાથીદારો અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચાની જામીન અરજી કોર્ટે નકારી દીધી હતી. વધુ એક વખત અરજી નકારી દેતા હવે આર્યનની દીવાળી જેલમાં પસાર થાય એવી શક્યતા ઉભી થઈ છે

Whatsapp Join Banner Guj