Jahan

નુસરત જહાં(nusrat jahan)ની મુશ્કેલીમાં થયો વધારોઃ લોકસભાની સભ્યતા રદ્દ કરવાની માગ ઉઠી ! વાંચો શું છે મામલો

બોલિવુડ ડેસ્ક, 22 જૂનઃ TMC સંસદસભ્ય નુસરત જહાં(nusrat jahan)ની મુશ્કેલીઓ તેના લગ્નને લઈને આપેલા નિવેદન બાદથી વધી ગઈ છે. હવે આ મામલો સંસદસભ્ય સુધી પહોંચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સંઘમિત્રા મોર્યાએ લોકસભા સ્પીકર ઓમ બિડલાને પત્ર લખી નુસરત જહાંની લોકસભા સભ્યતા રદ્દ કરવાની માગ કરી છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

સંઘમિત્રા મોર્યનું કહેવું છે કે નુસરત જહાંનું આચરણ અવિવેકી છે, લગ્નને લઇને તેમણે પોતાના મતદારોને અંધારામાં રાખ્યાં સાથે જ સંસદની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે. આ મામલો સંસદની એથિક્સ સમિતિને મોકલવી જોઇ સાથે તપાસ કરી નુસરત જહાં (nusrat jahan) પર કાર્યવાહી થવી જોઇએ.

બીજેપી સાંસદે પોતાના પત્રમાં લખ્યું કે નુસરત જહાં(nusrat jahan)નું સંદદમાં દુલ્હનની જેમ તૈયાર થઇને આવું, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું રિસેપ્શનમાં હાજર રહેવાનો ઉલ્લેખ કર્યો છે.

nusrat jahan

ઉલ્લેખનયી છે કે નુસરત જહાં(nusrat jahan)ના લગ્ન શરૂઆતથી જ વિવાદોમાં રહ્યાં છે. નિખિલ જૈન સાથે લગ્ન કર્યાં ત્યાર બંગાળના મૌલાનાઓએ તેમની સામે ફતવો બહાર પાડ્યો હતો, સાથે જ સંસદમાં સિંદૂર લગાવી પહોંચી હતી ત્યારે પણ વિવાદમાં થયો હતો. તાજેતરમાં બને વચ્ચે મનમેળ ન હોવાની વાત ચાલી રહીં છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

નુસરત જહાં(nusrat jahan)ના લગ્ન વિદેશમાં થયા હોવાના કારણે આ લગ્નનું કોઇ મહત્વ નથી, એવામાં તલાકની પણ કોઇ જરૂર નથી. વિવાદની વચ્ચે હાલ નુસરત જહાં પ્રેગનેન્ટ છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ જાહેર કર્યો શ્વેત પત્ર(White Paper), સરકાર વિશે કહ્યું-વૈજ્ઞાનિકોએ બીજી લહેરની આગાહી બાદ પણ સરકારે કોઇ પગલા ના લીધા- જુઓ વીડિયો